તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઓનલાઈન પોર્ટલ શરૂ:રેમડેસિવિર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલમાં જરૂરી બેડ મુજબ અપાશે,રવિવારે 320 ડોઝ ફાળવ્યા

પાટણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રેમડેસિવિર ઇન્જેક્શનના વપરાશ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કર્યું
 • વ્યવસ્થાથી નારાજ થયેલા ફિઝિશિયન તબીબો સાથે કલેક્ટરે અગત્યની બેઠક યોજી

પાટણ શહેરના ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા દર્દીઓ માટે રેમડેસિવિર ઇન્જેક્શન હવે જિલ્લાને મળેલા જથ્થામાંથી હોસ્પિટલના જરૂરી બેડ મુજબ આપવામાં આવશે તેમજ તબીબોએ તંત્ર દ્વારા ઇન્જેક્શનના વપરાશ માટે શરૂ કરાયેલ online પોર્ટલમાં દર્દી ની એન્ટ્રી કરવાની રહેશે. હવે ઇન્જેક્શન લેવા માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ધક્કો ખાવો નહીં પડે અને પાટણ સિવિલ ખાતેથી ઉપલબ્ધ કરવામાં આવશે તેવો નિર્ણય શનિવારે મોડી સાંજે યોજાયેલી બેઠકમાં કરાયો હતો. આ મુજબ રવિવારે ખાનગી તબીબોને 320 ઇન્જેક્શન ફાળવી આપવા માં આવ્યા હતા.

પાટણ શહેરમાં ખાનગી હોસ્પિટલના દર્દીઓને આપવામાં આવતા રેમડેસિવિર ઇન્જેક્શન ના વિતરણ વ્યવસ્થા અંગે ડોક્ટરો નારાજ થયા હતા તેમને ધારપુર લેવા જવું પડતું હતું લાઈનમાં ઊભા રહેવાનું થતું હતું દર્દીઓના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેતા હતા અને જરૂર પ્રમાણે ઇન્જેક્શન મળતાં ન હોવાથી દર્દીઓના સંબંધીઓ સાથે રકઝક થતી હતી જે અંગે તબીબો દ્વારા તેમના ગ્રુપમાં ચર્ચા કરીને તેનો વિરોધ દર્શાવ્યો હતો.

આ અંગે દિવ્યભાસ્કરના એકસક્લુસિવ અહેવાલના પગલે શનિવારે મોડી સાંજે કલેકટર દ્વારા તબીબો સાથે બેઠક યોજવામાં આવી હતી જેમાં તબીબો દ્વારા ઉચ્ચક રીતે ઇન્જેક્શન આપવાની વ્યવસ્થા અંગે વિરોધ દર્શાવ્યો હતો કારણ કે તેમાં બધાને આપી શકાતા ન હતા અને ખોટા આક્ષેપનો સામનો કરવો પડી રહ્યો હતો. દોઢ-બે કલાકની ચર્ચાને અંતે ઇન્જેક્શન હવે ધારપુર ના બદલે પાટણ સીવીલ હોસ્પિટલ ખાતેથી ડોક્ટરના ફાળવણીના પ્રિસ્ક્રિપ્શન આધારે આપવામાં આવશે અને ડોક્ટરે જે દર્દી માટે તેનો ઉપયોગ કર્યો હોય તેમની વિગત સરકારની વેબસાઈટ ઉપર એન્ટ્રી કરવાની રહેશે. જિલ્લાને રાજ્યકક્ષાએથી જે સ્ટોક મળશે તે જરૂરિયાત મુજબ અલગ અલગ હોસ્પિટલમાં ફાળવી આપવામાં આવશે તેવો નિર્ણય કરાયો હતો તેમ તબીબી સૂત્રોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો