શ્રદ્ધા:પાટણના બહુચર માતાના મંદિર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ઉજવાયા

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાટણની ધર્ણપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દર્શનનો લાભ લીધો

આસો સુદ ચૌદશને મંગળવારના પવિત્ર દિવસે વર્ષોની પરંપરાનુસાર પાટણ શહેરના ધીવટા વિસ્તારમાં આવેલા બહુચર માતાના મંદિર પરિસર ખાતે હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવોનુ આયોજન કરવામાં આવ્યું હતું.

બહુચર માતાના સાનિધ્યમાં આયોજિત આ હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવો ના યજમાન પદે યગ્નેશભાઈ બારોટ અને સુહાગભાઈ બારોટ પરિવારે લ્હાવો લીધો હતો જ્યારે યજ્ઞની શાસ્ત્રોક્ત વિધિ પાટણના જાણીતા ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે વિસ્તારના રહીશો સહિત પાટણની ધમૅપ્રેમી જનતા એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દશૅન પ્રસાદ નો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...