રાહત:પાણી છોડાતા કચ્છ કેનાલ આધારિત 6 ગામના લોકોને પિવાના પાણીની રાહત

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતોને ખેતીમાં જીવતદાન મળી રહેશે, જ્યારે પશુપાલકોમાં હાશકારો
  • સાંતલપુર​​​​​​​ પંથકના લોકો પિવાના પાણી માટે નિર્ભર હતા ત્યારે રજૂઆતથી પાણી મળ્યું

સરદાર સરોવર નિગમ દ્વારા ક્ચ્છ કેનાલમાં પાણી છોડવામાં આવતા ખેડૂતો અને પશુપાલકોને રાહત રહેતા આનંદ છવાયો હતો. જ્યારે કે કેનાલ આધારિત સાંતલપુર તાલુકાના છ જેટલા ગામોમાં પીવાના પાણી કારણે પડી રહેલ હાલાકી માંથી મુક્તિ મળવા પામી હતી. અને કેનાલમાં પાણી શરૂ કરવામાં આવતા સરહદી વિસ્તાર ના લોકોને હવે પીવાનું પાણી પૂરતું મળી રહેતા હાશકારો થયો હતો.

પાટણ જિલ્લાના સરહદી વિસ્તાર સાંતલપુર તાલુકાના ફાંગલી, ડાભી, ઉનરોટ સહિત ના છ ગામોમાં કેનાલ બંધ થવાના કારણે પીવાના પાણીની અછત ઉભી થવા પામી હતી અને લોકોને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો જ્યારે કે પશુપાલકો ની સ્થિતિ વધુ વિકટ બનવા પામી હતી.

બીજી તરફ પાણી પુરવઠા વિભાગ દ્વારા રોજ ના દશ જેટલા ટેન્કરો દ્વારા રોજનું બે લાખ લીટર પાણી છ જેટલા ગામોમાં પૂરું પાડવા છતાં પીવાના પાણી માટે લોકો ની સ્થિતિ દયનિય બનવા પામી હતી જેમાં પ્રજાને વ્યક્તિદીઠ રોજ ઉ પચાસ લીટર પ્રમાણે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હતું પરંતુ છતાં પણ સરહદી વિસ્તાર માં લોકો ને પૂરતું પાણી નહિ મળવાની અનેક ફરિયાદો ઉઠતાં કેનાલમાં પાણી છોડવામાં આવતા જ સરહદી વિસ્તારમાં આનંદ છવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...