તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાશકારો:આઝાદી બાદ પ્રથમ વાર સાંતલપુરના છેવાડાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાથી રાહત

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાણકપુર પાણીની પાઈપલાઈન શરૂ થતાં પિવાના પાણી માટે લોકોને રાહત થઈ
  • ગરામળી, સાંતલપુર, વૌવા, મઢુત્રા, પીપરાળા તમામ ગામોમાં ચાલુ વર્ષે એકપણ ટેન્કર નથી મોકલવું પડ્યું

જીલ્લાના છેવાડાના વિસ્તારમા આઝાદીના આટલા વર્ષે પ્રથમ વખત પીવાના પાણી પારાયણ દુર થવા પામી હતી. અને નર્મદા કેનાલ ચાલુ વર્ષે ઉનાળામાં ચાલુ રખાતાં અને રાણકપુરની પાઇપલાઇનની કામગીરી પણ પૂર્ણ થતાં અને પાઇપલાઇન રેગ્યુલર ચાલુ થઈ જતાં મહદ અંશે ટેન્કરો દ્વારા પહોંચાડવામાં આવતા પાણીમાં રાહત થવા પામી હતી.

જો કે હજુ અમુક ગામોમાં પાઇપલાઇનની કામગીરી ચાલુ હોવાથી અને આ કામગીરીમાં મંજૂરીઓમાં લેટ થવાથી હજુ પણ અમુક ગામોમાં કામગીરી અધૂરી રહેતા ટેન્કરો દ્વારા પાણી મોકાઈ રહ્યું છે. જો કે સાંતલપુરના અંતરિયાળ વિસ્તારો જેવા કે સાંતલપુર, વૌવા,મઢુત્રા,પીપરાળા, જખૌત્રા જેવા ગામોમાં ગત વર્ષે ઉનાળામાં પીવાના પાણી માટે પ્રજાને પીવાના પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો હતો અને લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવો પડ્યો હતો.

જેના કારણે તંત્ર દ્વારા જરૂરી કામગીરી કરવામાં આવતા અને નવીન પાઇપલાઈનો નાખવામાં આવતા તેમજ ચાલુ વર્ષે ઉનાળામાં નર્મદા કેનાલ પણ ચાલુ રખાતાં છેવાડાના વિસ્તારોમાં રઝળપાટ કરવાનો વારો આવ્યો ન હોતો અને ગત વર્ષે જે વિસ્તારોમાં ટેન્કરો દોડાવવા પડ્યા હતા તે ટેન્કરો ચાલુ વર્ષે દોડાવવા પડ્યા નહોતા.

ક્યાં ગામોમાં એક પણ ટેન્કર નથી મોકલાતા
ગત વર્ષે સાંતલપુર, પીપરાળા, કલ્યાણપુર, રણમલપુર, ગરામડી, રોઝુ, વૌવા, મઢુત્રા, જખૌત્રા, બરારા, દાત્રણા સહિતના ગામોમાં દર વર્ષે ટેન્કરો દ્વારા પાણી મોલવામાં આવતું હતું. જે ગામોમાં અનેક વર્ષો બાદ ચાલુ વર્ષે એક પણ ગામોમાં એક પણ ટેન્કર હજુ સુધી મોકલવાની ફરજ પડી નહોતી. અને પ્રજાને પીવાનું પાણી મળી રહેતા રાહત થવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...