તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:બાંધકામ શ્રમિકની નોંધણી હવે ઈ-નિર્માણ પોર્ટલ અને મોબાઈલ એપ પર થઈ શકશે

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્રમિક અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસૂતિ સહાય યોજના તથા શ્રમિકો પરિવહન યોજનાનો લાભ મેળવવા માટે નોંધણી કરાવવી આવશ્યક

ગુજરાત મકાન અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમયોગીઓને સરકારની વિવિધ યોજનાનો સરળતાથી લાભ મળી રહે તે માટે ઈ-નિર્માણ પોર્ટ અથવા ઈ-નિર્માણ એપ પર નોંધણી કરાવવા અનુરોધ કર્યો છે. રાજ્યમાં બાંધકામ શ્રમયોગીઓના કલ્યાણ અને ઉત્કર્ષ માટે કાર્યરત ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા શ્રમિકો અન્નપૂર્ણા યોજના, શિક્ષણ સહાય યોજના, પ્રસૂતિ સહાય યોજના, શ્રમિકો પરિવહન યોજના અને ધન્વંતરી આરોગ્ય રથ જેવી યોજનાઓ અમલમાં મુકી છે. આ યોજનાઓનો લાભ લેવા બાંધકામ વ્યવસાયમાં રોકાયેલા શ્રમિકો દ્વારા બાંધકામ શ્રમિક તરીકે નોંધણી કરાવવી આવશ્યક છે.

મુખ્યમંત્રી દ્વારા 6 જૂનથી ઈ-નિર્માણ પોર્ટલનો શુભારંભ કરાવ્યો હતો.https://enirmanbocw.gujarat.gov.in પોર્ટલ ઉપરાંત ગુગલ પ્લે સ્ટોર પરની ઈ-નિર્માણ એપ દ્વારા જાતે જ નોંધણી કરાવી શકાશે.વધુમાં અગાઉથી બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધાયેલા હોય તેવા બાંધકામ શ્રમયોગીની વિગતો ખુટતી હોવાથી પાટણ જિલ્લામાં કોમન સર્વિસ સેન્ટર પર તથા ગુજરાત મકાન અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની કચેરી, પાટણ ખાતે કાર્યનું પ્રમાણપત્ર, વયના પુરાવા, આધારકાર્ડ, રેશનકાર્ડ, બેંક ખાતાની માહિતી સહિતના જરૂરી દસ્તાવેજો રજૂ કરી મોબાઈલ નંબર વેરીફાઈ કરાવી સ્માર્ટ કાર્ડ મેળવી લેવા શ્રમયોગી કલ્યાણ બોર્ડના જિલ્લા નિરીક્ષક દ્વારા અનુરોધ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...