• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Registration For UGU Supplementary Examination Can Be Done Till 30th, 3 Days Extended For Students Not To Sit For The Examination.

રાહત:ઉ.ગુ.યુનિ.ની પૂરક પરીક્ષા માટે 30મી સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે, છાત્રો પરીક્ષા આપ્યા વગર ન રહે તે માટે 3 દિવસ મુદત લંબાવી

પાટણએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 1 અને 2 ઓક્ટોબરે હોલટિકિટ ઓનલાઇન મળશે 5મી ઓક્ટોબરથી ઓનલાઇન પરીક્ષાઓ લેવાશે

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા પૂરક પરીક્ષામાં છાત્રોના લેટ ફોર્મ ભરાયા હોઈ કોઈ રજીસ્ટ્રેશન વગર રહી ન જાય માટે વધુ 3 દિવસની મુદત લંબાવવામાં આવી છે. 30 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન થઇ શકશે અને છાત્રોને પરીક્ષા માટે 1 અને 2 ઓક્ટોબરના રોજ હોલ ટિકિટ ઓનલાઇન મળશે.

યુનિવર્સિટી દ્વારા 5 ઓક્ટોબરથી સ્નાતકમાં સેમ-5 અને અનુસ્નાતકમાં સેમ-1 અને 3 ની પૂરક પરીક્ષાઓ ઓનલાઇન 5 ઓક્ટોબરથી લેવામાં આવનાર છે. જેમાં પાસવર્ડ અને આઈડી માટે રજીસ્ટ્રેશન ફરજીયાત હોઈ યુનિવર્સિટી દ્વારા ફોર્મ ભરવામાં રહી ગયા હોઈ તે છાત્રોને લેટ ફી સાથે ફોર્મ ભરવા મુદત આપવામાં આવી હતી. જેથી છાત્રોએ લેટ ફોર્મ ભર્યા હોઈ તેમજ અન્ય કોઈ ટેકનિકલ ક્ષતિના કારણે રજીસ્ટ્રેશન કરવાનું રહી ગયું તેવા છાત્રો રજીસ્ટ્રેશન કરી શકે અને પરીક્ષાથી વંચિત ના રહી જાય તે માટે 27 સપ્ટેમ્બર સુધીની અંતિમ તારીખને 3 દિવસ લંબાવી 30 સપ્ટેમ્બર સુધીની મુદત કરવામાં આવી છે. છાત્રો 30 સપ્ટેમ્બર સુધી રજીસ્ટ્રેશન કરી શકશે. ઉપરાંત છાત્રોને હોલ ટિકિટ માટે 25 અને 28 આપવામાં આવી હતી, તેના બદલે હવે 1 અને 2 ઓક્ટોબરના રોજ છાત્રો મેળવી શકશે.

અન્ય સમાચારો પણ છે...