નવા કુલપતિની નિયુક્તિ:ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનાં ઈનચાર્જ કુલપતિ તરીકે રજીસ્ટાર ડો રોહિત દેસાઈની નિયુક્તિ કરાઈ

પાટણ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ તરીકે નો ડો જે.જે.વોરા નો કાર્યકાળ તા.7 મી જાન્યુઆરી નાં રોજ પૂર્ણ થતો હોય જેને ધ્યાનમાં રાખીને તા.6 જાન્યુઆરી ને શુક્રવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ, 1986 (ગુજરાત અધિનિયમ નં. 22, 1986) ની કલમ 10 (6) દ્વારા રાજ્યપાલને આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને તેઓ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી નાં કાર્યંકારી કુલપતિ નો ચાર્જ ડો. રોહિતકુમાર એન. દેસાઈ યુનિવર્સિટી રજિસ્ટ્રાર, આચાર્ય, જેઠીબા કે. પટેલ આર્ટસ કોલેજ અને ડી.બી. વ્યાસ કોમર્સ કોલેજ, પાટણને સોંપવા પરિપત્ર કરવામાં આવતાં શુક્રવારના રોજ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણના કુલપતિ ડો.જે.જે.વોરા દ્વારા ઈન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે ડો.રોહિતભાઈ દેસાઈ ની નિયુક્ત નો ચાર્જ સુપ્રત કર્યો હતો.અને શુભેચ્છાઓ આપી હતી. ઉપસ્થિત સૌ કારોબારી સભ્યો, યુનિવર્સિટી નાં વિવિધ વિભાગના અધિકારીઓ,વડાઓ સહિતના સ્ટાફે વધાવી શુભેચ્છાઓ પાઠવી હતી.

અન્ય સમાચારો પણ છે...