તાંત્રિક મંજૂરી મળી:પાટણમાં પેચવર્ક માટે આખરે રૂા.1.35 કરોડના કામોને પ્રાદેશિક કચેરીએ તાંત્રિક મંજૂરી આપી

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સવા વર્ષ પછી તાંત્રિક મંજૂરી અપાતા શહેરના વિકાસ કામો માટેનો માર્ગ આંશિક મોકળો થયો
  • વહિવટી મંજૂરી મળતાં ટેન્ડર પ્રક્રિયા થશે

પાટણ શહેરમાં ગત ચોમાસાંમાં અને અગાઉના ચોમાસાંમાં પડેલા ખાડાઓનાં પેચવર્ક માટે 14મા નાણાપંચની રૂા. 1.35 કરોડની ગ્રાન્ટમાંથી થનારા કામોને આખરે પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરી દ્વારા સવા વર્ષ પછી તાંત્રિક (ટેકનિકલ) મંજૂરી આપી દીધી છે. જેને લઈ શહેરના વિકાસ કામો માટેનો માર્ગ આંશિક મોકળો થયો છે.

આ અંગે માહિતી આપતાં પાટણ નગરપાલિકાનાં બાંધકામ ચેરમેન શાંતિબેન ગિરીશભાઇ પટેલે જણાવ્યું કે, પાટણ શહેરમાં પેચવર્ક માટે મંજૂર કરાયેલી રૂા.1.35 કરોડની ગ્રાન્ટમાંથી શહેરમાં કરવાપાત્ર કામોની તાંત્રિક મંજૂરી મેળવવા પ્રાદેશિક મ્યુનિસિપલ કચેરીમાં દરખાસ્ત કરી હતી. જેને હવે મંજૂરી મળી છે. હવે તેને વહિવટી મંજૂરી પણ ટૂંકમાં મળી જશે. જેથી શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ડામરથી રસ્તાઓનાં ખાડાનું પેચવર્ક કામ હાથ ધરાશે. વહિવટી મંજરી બાદ તેની ટેન્ડર પ્રક્રિયા પણ કરાશે.

અન્ય સમાચારો પણ છે...