તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Regarding The Problem Of Admission, Patan University Has Issued A Circular For The Number Of Seats In Colleges Where Students Can Fill Up The Form.

સમસ્યાનું નિવારણ:પ્રવેશની સમસ્યાને લઇને પાટણ યુનિવર્સિટી દ્વારા કોલેજોમાં કેટલી બેઠકો સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકાશે તે માટે પરિપત્ર જાહેર કરાયો

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુનિવર્સિટી સંલગ્ન 292 કોલેજોને પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થી સંખ્યા ફાળવાઈ

કોરોના મહામારીને અનુલક્ષી સરકાર દ્વારા ધોરણ 12 બોર્ડની પરીક્ષામાં તમામ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના નિર્ણયના પગલે કોલેજોમાં પ્રવેશ માટે ધસારો વધવાની શક્યતાઓને લઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્વારા પ્રવેશની સમસ્યાને લઈને એક પરિપત્ર કરી કોલેજોમાં કેટલી બેઠકો સુધી વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકશે તે માટે પરિપત્ર કરીને ડિવિઝન ફાળવણી કરી આપવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા ઇડબ્લ્યુએસની 10 ટકા સિટો અનામત સહિત કુલ 25 ટકા જેટલી સીટોની સંખ્યામાં વધારો કરી આપવામાં આવ્યો છે. આ ઉપરાંત જરૂરિયાત ઉભી થાય ત્યારે કોલેજો વધારાની સીટો માંગશે તો તે માટે મંજૂરી આપવામાં આવશે એમ રજિસ્ટ્રાર ડો . ડી.એમ.પટેલે જણાવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા ચાલુ શૈક્ષણિક વર્ષ 2021-22 માટે કોલેજંના પ્રથમ વર્ષમાં પ્રવેશને અનુલક્ષીને ડીવીઝન અને વિદ્યાર્થીઓની સંખ્યા ફાળવણી માટે આજે વિગતવાર પરિપત્ર કરીને 292 જેટલી કોલેજોને તે અંગે જાણ કરવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા વિવિધ ફેકલ્ટીમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે કેટલી સંખ્યામાં સીટો ભરવી તેનું માર્ગદર્શન કરાયું છે. જેમાં કોમર્સ, આર્ટ્સ અને હોમ સાયન્સ માટે 130 નું ડિવિઝન, બીએસસીમાં 13 ગ્રાન્ટેડ સહિત કુલ 65 કોલેજોમાં 120 પ્રમાણે ડિવિઝન અને સેલ્ફ ફાયનાન્સ કોલેજો માટે 120 તેમજ 60ના બે ડીવીઝન મંજુર કરવામાં આવ્યા છે.જ્યારે બીબીએ, બીસીએ, બીએસડબલ્યું અને પીજીડીસીએમાં 60, બેચરલ ઓફ ડિઝાઇનમાં 30 સીટ અને વડનગર સ્થિત તાનારીરી કોલેજ ઓફ પર્ફોર્મિગ આટર્સના સર્ટિફિકેટ કોર્ષમાં 50 સીટની ફાળવણી કરવામાં આવી છે.

યુનિવર્સિટી દ્વારા બીએસસીની 65 કોલેજો, બીકોમની 67, બીએ- હોમ સાયન્સની 96, બીસીએની 30, બીબીએની 12, પીજીડીસીએની 12, એમએસસી આઇટીની અને બીએસડબ્લ્યુની 3 કોલેજો મળી કુલ 292 કોલેજોને સીટો ભરવા માટે ડિવિઝનની ફાળવણી કરતો પરિપત્ર મોકલી અપાયો છે.

પરિપત્ર દ્વારા કોલેજોને અપાયેલી સુચનાઓમાં જણાવાયુ હતું કે, મંજુર કરેલા ડિવિઝન અને વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરાંત વધુ વિદ્યાર્થીને પ્રવેશે કે ડિવિઝન ઉભા કરવાના થાય તો તે માટે યુનિવર્સિટીની મંજૂરી મેળવ્યા બાદ જ પ્રવેશ આપી શકાશે. આ ઉપરાંત જ્યાં ગ્રાન્ટેડ અને સેલ્ફ ફાઈનાન્સ બંનેના વર્ગો ચાલતા હોય તેવી કોલેજોમાં ગ્રાન્ટેડ ડિવિઝનમાં મંજૂરી આપેલા વિદ્યાર્થીઓની પૂરેપૂરી સંખ્યા ભરાઈ ગયા બાદ જ સેલ્ફ ફાઇનાન્સના વર્ગમાં પ્રવેશ આપી શકાશે.

આ ઉપરાંત જો ગ્રાન્ટેડ વર્ગોમાં સીટો ખાલી હોય અને સેલ્ફ ફાઇનાન્સના વર્ગમાં પ્રવેશ અપાશે તો એવો પ્રવેશ ગ્રાહ્ય રખાશે નહીં તેવી કોલેજોને સ્પષ્ટ સૂચના અપાઇ છે. સેલ્ફ ફાઇનાન્સ ડિવિઝન માટે અલગ સ્ટાફની નિમણૂક કરવા જણાવીને સંયુક્ત વર્ગો ચલાવી શકાશે નહીં એવી પણ સૂચના આપવા સાથે પ્રવેશની તમામ કાર્યવાહી ઓનલાઇન પદ્ધતિથી જ કરવા અને મેરિટ મુજબ જ પ્રવેશ આપવા તમામ કોલેજોને જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...