ઉમદા કામગીરી:પાટણમાં ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા અકસ્માત નિવારણ અર્થે વાહનો પાછળ રિફલેક્ટર લગાવવામા આવ્યા

પાટણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના નવા ગંજ બજારમાં માલ ભરીને આવતા ટ્રેક્ટરો સહિતના 170 જેટલા વાહનોને રિફલેક્ટર લગાવાયા

ગુજરાત ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સોમવારના રોજ ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા અકસ્માત નિવારણ અર્થે વાહનો, લારીઓ, ટ્રેક્ટરોને રિફલેક્ટર લગાવવાની ઉમદા કામગીરી કરવામાં આવી હતી.

ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા દ્વારા અવારનવાર સેવા સમર્પણ સંગઠન અને સહકારની ભાવના સાથે સેવાકીય પ્રવૃતિઓ નાં કાર્યક્રમો આયોજીત કરવામાં આવતા હોય છે ત્યારે ગુજરાતના ગૌરવ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં સોમવારના રોજ ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખાના સભ્યો દ્વારા શહેરના નવા ગંજ બજાર ખાતે વહેલી સવારથી પોતાનો માલ સામાન વેચાણા થી લઈને આવતા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના સાધનો જેવા કે ટ્રેક્ટર ઊંટલારી ટેમ્પો આઇસર જેવા 170થી વધુ વાહનોને રેડિયમ રિફલેક્ટર લગાવવામાં આવ્યા હતા.

વાહનો પાછળ રિફલેક્ટર લગાવવા નો મુખ્ય ઉદ્દેશ રાત્રિના સુમારે હાઇવે પરથી પસાર થતા વાહન ચાલકોમાં અકસ્માતો નિવારી શકાય એ રહેલો હોવાનું ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણના પ્રમુખ શિરીષભાઈ પટેલે જણાવ્યું હતું. ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા માર્ગ અકસ્માત નિવારણ અર્થે વાહનો પાછળ લગાવવામાં આવેલા રીફલેકટર ના આ સેવાકીય કાર્યક્રમમાં શાખાના સભ્યો જોડાયા હતા જેઓની આ સેવાકીય પ્રવૃત્તિને નવા ગંજ બજાર ના વેપારીઓ સહિત વાહનચાલકોએ ઉમદા કાર્ય બિરદાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રમુખ શિરીષભાઈ પટેલ, મંત્રી કમલેશભાઈ પ્રજાપતિ, ભાવિપ ગુજરાત પ્રાંત ના પુવૅ પ્રમુખ અને કોર્પોરેટર જયેશભાઈ પટેલ, નિરંજનભાઈ પટેલ, એપીએમસીના સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી, ખજાનચી વિષ્ણુભાઇ પટેલ, જીગ્નેશ ઠક્કર, રાજેશ ઠક્કર, ભાગૅવ જોષી, ડો.સંજય પટેલ, ભરત ઠક્કર, અલ્પેશ પટેલ, વિપુલ પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...