ભરતી પક્રિયા:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં કરાર આધારીત 90 જગ્યાઓ માટે ભરતી પક્રિયા શરૂ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઉમેદવારો આગામી 4 જૂન સુધી યુનિવર્સિટીમાં અરજી કરી શકશે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા કેમ્પસમાં સેલ ફાઈનાન્સ વિભાગો, હોસ્ટેલ અને સ્પોર્ટ્સ સંકુલમાં કરાર આધારીત સ્ટાફ માટે 90 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉમેદવારો આગામી 4 જૂન સુધી યુનિવર્સિટીમાં અરજી કરી શકશે.

યુનિવર્સિટી દ્વારા દર વર્ષે કેમ્પસમાં આવેલા સસેલ્ફ ફાઈનાન્સ વિભાગોમાં કરાર આધારિત શૈક્ષણિક સ્ટાફ માટે વિવિધ કેડરની જગ્યાઓ ભરવામાં આવે છે. જેમાં આ વર્ષે સોમવારે યુનિવર્સિટી દ્વારા નવીન વર્ષ માટે કરાર આધારિત ભરતી જાહેર કરવામા આવી છે. જેમાં 58 આસિસ્ટન્ટ પ્રોફેસર, 18 લેબ ટેકનીશિયલ, 3 કોચ, રેકટર સહીત 90 જગ્યાઓ માટે ઉમેદવારો પાસે આગામી 4 જૂન સુધી અરજી માંગવામાં આવી છે.

યુનિવર્સિટી અરજી ચકાસણી બાદ લાયકાત વાળાં ઉમેદવારોની અરજીઓ માન્ય રાખી ઈન્ટરવ્યુ માટે સમય અને તારીખ આપવામાં આવશે. તેવું મહેકમ અધિકારી ડૉ. ચિરાગ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...