તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી:પાટણના બગીચામાં માળી અને ચોકીદારોની ભરતી અદ્ધરતાલ

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક માસ અગાઉની સામાન્ય સભામાં નિર્ણય છતાં ભરતી નથી કરાઈ

પાટણ શહેરમાં બાગ બગીચાઓના જાળવણી કરવામાં પાલિકા તંત્ર વર્ષોથી બેદરકાર હોઈ બગીચાઓનો વિકાસ થઈ રહ્યો નથી અને અસામાજિક પ્રવૃત્તિઓ થઈ રહી છે ત્યારે પાલિકાની સામાન્ય સભામાં સાધનો વસાવવા, માળી અને ચોકીદારની ભરતી કરવા માટે નિર્ણય કરાયાના એક મહિના પછી પણ પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

જેને લઇ પાલિકાની કામગીરી અંગે સવાલ ઉઠાવાઇ રહ્યા છે. શહેરના બાગ બગીચાઓમાં 15 માળી કામદારો અને 12 સિક્યુરિટી ગાર્ડ રાખવા બાગ-બગીચા કમિટી દ્વારા નિર્ણય કરાયો હતો. અને તે સામાન્ય સભામાં મંજૂર કરાયો હતો. આ ઉપરાંત સરદાર બાગ, આનંદ સરોવર, સિદ્ધિ બાગ, ગાંધી બાગ, કાળકા બાગમાં જરૂરી સાધનો મુકવા નિર્ણય કરાયો હતો.

પાટણ શહેરના આ બગીચાઓ ઉપરાંત શહેરન ચતુર્ભુજ બાગ, ફાટીપાળ બાગ અમરનાથ બાગ તેમજ લાવણ્ય બગીચા માટે રમત ગમતના સાધનો વસાવવા, ચતુર્ભુજ બાગ સંપૂર્ણપણે સુકાઈ ગયેલ હોવાથી તેને ફરીથી જીવંત કરવા જરૂરી ઉપયોગી સાધનો વસાવવા ઠરાવવામાં આવ્યું હતું પરંતુ તેના અમલીકરણમાં ઢીલી નીતિ રાખવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...