નિમણૂક:પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ખાલી 48 જગ્યામાંથી 42 વિદ્યા સહાયકોની ભરતી

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા નિમણૂક હુકમો એનાયત

પાટણ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ખાલી પડેલી શિક્ષકોની 48 જગ્યાઓ પર ભરતી કરવા માટે પાટણ વનરાજ પ્રાથમિક શાળા ખાતે વિદ્યા સહાયક ભરતી કેમ્પ રાખ્યો હતો જેમાં 42 વિદ્યા સહાયકોની ભરતી કરી હતી. જ્યારે 6 ઉમેદવારો ગેરહાજર રહેતા છ જગ્યાઓ ખાલી રહી હતી. જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધો 1થી 5માં શિક્ષકોની ખાલી પડેલી 15 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાેમાં 12 ઉમેદવારો હાજર રહેતા તેમની નિમણૂક કરી હતી.

જ્યારે ધોરણ 6 થી 8માં ખાલી પડેલી 33 જગ્યાઓ માટે 30 ઉમેદવારો હાજર રહેતા નિમણૂક કરી હતી ત્રણ ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા જેમાં ગણિત વિજ્ઞાનની 15 જગ્યામાંથી 13 ,ભાષામાં 1ની ભરતી,સામાજિક વિજ્ઞાનમાં 17 જગ્યામાં 16 વિદ્યાસહાયકોની ભરતી કરી છે.

આમ પ્રાથમિક શિક્ષકોની ખાલી પડેલી 48 જગ્યાઓમાંથી 42 વિદ્યા સહાયકોની નિમણૂક કરી હતી કે કે ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે 42 વિદ્યાસહાયકોને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો દિનેશભાઈ પ્રજાપતિ જિલ્લા શિક્ષણ સમિતિ ચેરમેન મેતુબેન રાજપૂત અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીઓ તેમજ સંઘોના હોદ્દેદારોની ઉપસ્થિતિમાં તેમને નિમણૂક હુકમો આપ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...