તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરતી:વિવિધ તાલુકા મથકોએ સિક્યુરિટી જવાન સુપરવાઈઝરના પદ માટે ભરતીનું આયોજન

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા પરિષદ, નવી દિલ્હી અને સિક્યુરિટી ઈન્ટેલીજન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી પાટણ જિલ્લાના વિવિધ તાલુકા મથકોએ સિક્યુરિટી જવાન તથા સુપરવાઈઝરના પદ માટે ભરતીનું આયોજન કર્યું છે.

તા.14 જુલાઈથી શરૂ થયેલા રજીસ્ટ્રેશન કેમ્પમાં 21 થી 36 વર્ષની ઉંમર અને ધોરણ 10 પાસની લાયકાત ધરાવતા ઉમેદવારો ઉપસ્થિત રહી શકશે. આ માટે શારીરિક તંદુરસ્તી, 168 સે.મી. ઉંચાઈ અને 56 કિલોથી વધુ વજન હોવું જરૂરી છે. આ ભરતીમેળામાં ભાગ લેવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અને ઓળખના પુરાવા સહિતના ડૉક્યુમેન્ટની ઝેરોક્ષ, બે પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફ્સ તથા બોલપેન લઈને ભરતીમેળામાં હાજર રહેવા જણાવ્યું છે. આ ભરતી મેળામાં પાસ થનાર ઉમેદવારોને ગાંધીનગરના માણસા ખાતે આવેલા રીજનલ ટ્રેનિંગ સેન્ટર ખાતે તાલીમ આપી સિક્યુરિટી ઈન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી.માં કાયમી નિયુક્તી અપાશે. જેમને ભારત સરકાર અને રાજ્ય સરકાર હસ્તકના બંદરો, પુરાતત્વ સાઈટ્સ, એરપોર્ટ, બેંક ઉપરાંત મલ્ટી નેશનલ કંપની, ડેરીઓ સહિતના સ્થળોએ ફરજ બજાવવાની રહેશે.

સિક્યુરિટીને રૂ.12થી 15 હજાર પગાર અને સિક્યુરિટી સુપરવાઈઝરને રૂ.15 હજારથી 18 હજાર જેટલો પગાર ચૂકવાશે. સાથે દર વર્ષે પગારવધારો, પ્રમાોશન, પી.એફ., બોનસ તથા ઈ.એસ.આઈ. દ્વારા મેડીકલ સુવિધા અપાશે.

રજીસ્ટ્રેશન કેમ્પનું સ્થળ અને સમય

સમી માધ્યમીક શાળા14-07-2021સવારે 10.00 થી બપોરે 04.00
હારીજ કે.પી.હાઈસ્કુલ15-07-2021સવારે 10.00 થી બપોરે 04.00
રાધનપુર આદર્શ વિદ્યાલય16-07-2021સવારે 10.00 થી બપોરે 04.00
સિદ્ધપુર એલ.એસ.હાઈસ્કુલ17-07-2021સવારે 10.00 થી બપોરે 04.00
ચાણસ્મા પી.પી.પટેલ હાઈસ્કુલ18-07-2021સવારે 10.00 થી બપોરે 04.00
પાટણ બી.ડી.સાર્વજનિક વિદ્યાલય19-07-2021સવારે 10.00 થી બપોરે 04.00
અન્ય સમાચારો પણ છે...