ભરતી કેમ્પ:પાટણમાં બેરોજગાર યુવાનોને રોજગારી માટે ભરતી કેમ્પ યોજાયો, સ્થળ ઉપર જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા

પાટણ12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિવાય ગ્રુપ અને રોજગાર કચેરી દ્વારા કેમ્પનું આયોજન કરાયું હતું

પાટણ ખાતે શિવાય ગ્રુપ અને રોજગાર કચેરી દ્વારા મેગા જોબ કેમ્પનું ગુરૂવારે આયોજન કરાયું હતું. જેમાં 12થી વધુ કંપનીઓ હાજર રહી હાજર રહેનાર 410 પૈકી 317 રોજગાર વાંચ્છુક યુવક યુવતીઓને નોકરી માટે પસંદગી કરી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતા.

પાટણ શહેરમાં યુવાનોને રોજગારી આપવાના હેતુસર શિવાય ગ્રુપ અને જિલ્લા રોજગાર કચેરી પાટણ દ્વારા મેગા જોબ ફેરનું યુનિવર્સિટી રોડ ઉપર આવેલા ગાંધી સ્મૃતિ હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

HDFC, JIO, TVS પાટણ, બ્રહ્મ સમાજ સેવા સંસ્થા, સર્જન ઈન્ડસ્ટ્રીઝ, LIC જેવી પાટણની લોકલ તથા, વેલ્સપન ઇન્ડિયા અંજાર, કેરિયર બ્રિડ વગેરે જેવી બહારની કંપનીઓના સિનિયર કર્મચારીઓ હાજર રહ્યા હતા.

સિનિયર કર્મચારીઓએ હાજર રહી જરૂરિયાત મુજબ સ્ટાફની ભરતી માટે ઉપસ્થિત રહેનાર ધો 8 પાસથી ગેજ્યુએશન સુધીના અભ્યાસ કરેલા 410 ઉમેદવારોના ઇન્ટરવ્યુ લઇને લાયકાત પ્રમાણે 10થી 30 હજાર સુધીના પગાર ધોરણની લેબરથી લઈ સુપર વાઇઝર જેવી નોકરી માટે સિલેક્શન કર્યું હતુ. અને સ્થળ ઉપર જ વર્ક ઓર્ડર આપવામાં આવ્યા હતાં. લાંબા સમયથી બેરોજગાર રહેલ યુવક યુવતીઓને નોકરી માટે પ્લેટફોર્મ મળતા આનંદની લાગણી જોવા મળી હતી. આ કેમ્પમાં શિવાય ગૃપના સભ્યોએ સહિત રોજગાર કચેરીના કર્મીઓ ખડેપગે ઉભા કરી કેમ્પને સફળ બનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...