ઉમેદવારોમાં ભારે આક્રોશ:યુનિવર્સિટી દ્વારા રદ કરેલ ટાઈપીસ્ટ અને ટેકનિકલ આસિ.ની ભરતી ફરી કરો

પાટણ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • યુનિ. દ્વારા પરીક્ષા છેલ્લા બે વર્ષથી ન લેવાતાં ઉમેદવારોમાં ભારે આક્રોશ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી દ્વારા અને ટાઈપીસ્ટ અને ટેકનીકલ આસિસ્ટન્ટની ભરતી પ્રક્રિયા રદ કર્યા બાદ ફરી ભરતી પરીક્ષા છેલ્લા બે વર્ષથી લેવામાં ન આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. સત્વરે યુનિવર્સિટી દ્વારા પરીક્ષા લઈ ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવે તેવી ઉમેદવારો દ્વારા માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા વર્ષ 2019માં જુનિયર ક્લાર્ક ટાઇપીસ્ટ રજીસ્ટર અને ટેકનીકલ આસિસ્ટન્ટની કુલ 33 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી.

જેમાં પરીક્ષા યોજાયા બાદ ગેરરીતિ થઇ હોવાના આક્ષેપો ઉઠતાં યુનિવર્સિટી દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા રદ કરવામાં આવી હતી પરંતુ ત્યારબાદ જુનિયર ક્લાર્કની પરીક્ષા લઈને ફરતી કરવામાં આવી છે પરંતુ બાકી રહેલ ટાઈપીસ્ટ અને ટેકનીકલ આસિસ્ટન્ટ સ્થગિત કરવામાં આવેલ ભરતી છેલ્લા બે વર્ષથી આજ દિન સુધી કરવામાં આવતા ટાઈપીસ્ટ અને ટેકનીકલ આસિસ્ટન્ટ ના ઉમેદવારો મા તાત્કાલિક બંને જગ્યાઓ માટેની ભરતી પરીક્ષા યોજવામાં આવે તે માંગ કરવામાં આવી છે. યુનિવર્સિટી દ્વારા ઉમેદવારોના હિતમાં ટાઈપીસ્ટ અને ટેકનિકલ આસિસ્ટંટની તાત્કાલિક ભરતી કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

વિવાદને લઈ વિલંબ થયો પણ પરીક્ષા લેવાશે
આ બાબતે રજિસ્ટ્રાર ડી.એમ.પટેલે જણાવ્યું હતું કે ટાઈપીસ્ટ અને ટેક્નિકલ આસિસ્ટન્ટની 5 ખાલી જગ્યા માટે ભરતીની પરીક્ષાનું બીજી વાર આયોજન કરાયુ હતું. તેના માટેની કામગીરી જે પ્રોફેસરને સોંપાઈ હતી તે લાંબી બીમારીમાં સપડાતા થોડો વિલંબ થયો છે ટૂંક સમયમાં આ બાબતે યુનિવર્સિટી વિચારણા કરી નિર્ણય લેશે. પરીક્ષા લેવાશે.

બે વાર રજૂઆત છતાં હજુ પરીક્ષા લેવાઇ નથી
યુનિવર્સીટી દ્વારા પરીક્ષા લેવાઇ હતી. જેમાં 41 ઉમેદવારો પૈકી 34 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી.જે પરીક્ષા રદ કરાઇ હતી. પરંતુ ત્યારબાદ બે વાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ પરીક્ષા લેવાઇ નથી. ઉમેદવારો રાહ જોઈ રહ્યા છે. પરીક્ષા સત્વરે લેવામાં આવે અને ઉમેદવારોને ન્યાય મળે તેવી માંગ છે તેવું ઉમેદવાર ભાવેશ રાવળે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...