રજૂઆત:પાટણમાં ગેરકાયદે લગાવાતાં બોર્ડ બેનરોના ચાર્જ વસૂલી અને કાયદેસર કાર્યવાહીની માંગ

પાટણ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકીય કાર્યક્રમના બેનરો બીજા દિવસે હટાવી દેવા વિપક્ષ દ્વારા રજૂઆત
  • શહેરમાં ઠેરઠેર લાગેલાં બેનલો બોર્ડના ચાર્જ વસુલ કરી સ્વભંડોળ મજબૂત કરવા કેમ વિચારાતુ નથી: વિપક્ષ

પાટણના અલગ અલગ વિસ્તારોમાં જાહેર માર્ગો ઉપર ખાનગી વેપારીઓ દ્વારા બોર્ડ અને બેનરો લગાવીને ધંધો રોજગાર કરવામાં આવે છે. ત્યારે નગરપાલિકા દ્વારા આવક વધારવા માટે તેવા વેપારીઓ પાસેથી ચાર્જ વસૂલ કરવા તેમજ રાજકીય પક્ષોના બેનરો કાર્યક્રમના બીજા દિવસે ચાર્જ વસૂલ કરીને હટાવી દેવા નગરપાલિકા વિરોધ પક્ષ દ્વારા સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું છે.

પાટણ પાલિકાની ખાસ સામાન્ય સભા સોમવારે મળી હતી. જેમાં વધારાના પુરવણી કામોની યાદીમાં નગરપાલિકા હદ વિસ્તારમાં હોલ્ડિંગ બોર્ડ, એન્ટ્રી બોર્ડ અને એન્ટ્રી બોર્ડ માટે જાહેર હરાજી કરવી કે બંધ કવરમાં ટેન્ડરથી ભાવો મંગાવવા બાબતે ઇબા લાગત શાખાની યાદી ચર્ચામાં લેવામાં આવી હતી. જેમાં કોંગ્રેસ પક્ષના ભરતભાઈ ભાટિયાએ સત્તાધીશોની નિષ્ક્રિયતા સામે સવાલ ઉઠાવ્યા હતા.

તેમણે જણાવ્યું હતું કે શહેરી વિસ્તારમાં બોર્ડ અને બેનરો દ્વારા સ્વભંડોળ માં આવક કરી શકાય છે સ્વભંડોળ મજબૂત પણ કરી શકાય છે પરંતુ નગરપાલિકાના નિયમોને નેવે મૂકીને બોર્ડ અને બેનરો લગાવી દેવામાં આવે છે .વ્યાપાર અને રોજગાર કરનારાઓ ધંધાની જાહેરાત કરવા માટે બેનરો લગાવીને લાખો રૂપિયાની આવક મેળવે છે ત્યારે નગરપાલિકાને કંઈ મળતું નથી .આવા વેપારીઓ સામે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને બેનરો ના પૈસા વસૂલ કરવા જોઈએ.

રાજકીય પક્ષો ના બેનરોનો ચાર્જ વસૂલ કરો
શહેરમાં છાશવારે રાજકીય કાર્યક્રમો થાય છે તેના બોર્ડ અને બેનર લગાવવામાં આવે છે પરંતુ તે પતી ગયા પછી પણ દિવસો સુધી લાગેલા રહે છે ત્યારે કાર્યક્રમ પૂરો થયા પછી બીજા દિવસે તેને હટાવી લેવા પણ નગરપાલિકાએ ધ્યાન આપવું જોઈએ અને તેના ચાર્જ વસૂલ કરવા જોઈએ.

અન્ય સમાચારો પણ છે...