તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એવોર્ડ માટે ભલામણ:ગાંધી વિચારક ધનજીભાઈ વિશ્વબંધુને જમનાદાસ બજાજ એવોર્ડ માટે ભલામણ

પાટણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • યુનિવર્સિટીના કુલપતિએ સરકારમાં ભલામણ કરી
 • અગાઉ ગાંધી શાંતિ પુરસ્કાર માટે નાયબ કલેકટર દ્વારા રાજ્યના ગૃહવિભાગના ઉપસચિવને રજૂઆત કરી હતી

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ દ્વારા પાટણના વિખ્યાત ગાંધી વિચારક ધનજીભાઈ ઓખાભાઈ વિશ્વ બંધુને ચાલુ સાલે જમનાદાસ બજાજ એવોર્ડ આપવા માટે ભલામણ કરી છે.કુલપતિ જે.જે. વોરાએ જમનાદાસ બજાજ એવોર્ડ માટે કરેલી ભલામણમાં નોંધ્યું છે કે ધનજીભાઈ ઓખાભાઈ વણકર વિશ્વબંધુ યુનિવર્સિટી વિસ્તારના વિખ્યાત ગાંધીવાદી વિચારક છે.

અને તેઓ યુનિવર્સિટીના કોલેજો અને ભવનોમાં ગાંધી વિચાર અને વિશ્વ શાંતિ અંગે માર્ગદર્શન આપી ચૂક્યા છે. નોધનીય છે કે વર્ષ 2019માં જિલ્લા કલેકટર કચેરી દ્વારા ગાંધી શાંતિ પુરસ્કાર માટે ધનજીભાઈ વિશ્વબંધુની ભલામણ નાયબ કલેકટર દ્વારા રાજ્યના ગૃહવિભાગના ઉપસચિવને કરવામાં આવી હતી. ગાંધી મૂલ્યો, આદર્શો, સિદ્ધાંતો અને વિશ્વ શાંતિ માટે તેમના દ્વારા થઇ રહેલા પ્રયાસો અને તેમના દ્વારા પ્રકાશિત ચોપાનિયા અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા પણ સલાહના કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો