એકેડમિક કાઉન્સિલની બેઠક:હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમો અંગે અભ્યાસ સમિતિની ભલામણ મંજૂર કરવામા આવી

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કુલપતિ કે રજીસ્ટર હાજર ના હોય સમિતિના સભ્ય પ્રોફેસર એસ.એ.ભટ્ટના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બુધવારે વહીવટી ભવન ખાતે એકેડમિક કાઉન્સિલની બેઠક યોજાઇ હતી, જેમાં નવીન શૈક્ષણિક સત્રના અભ્યાસક્રમો અંગે અભ્યાસ સમિતિ દ્વારા રજૂ કરવામાં આવેલી ભલામણ મંજૂર કરાઇ હતી. તેમજ મૃતક પીએચ.ડી.ના વિધાર્થીને ડિગ્રી પ્રાપ્ત થાય તે માટે તેના ગાઈડ ને વાયવા અને પ્રેઝન્ટેશન રજૂ કરવા માટે મંજૂરી આપવા ભલામણ કરાઈ હતી.

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી એકેડમિક કાઉન્સિલની બેઠકમાં અધ્યક્ષ કુલપતિ કે રજીસ્ટર હાજર ના હોય સભ્ય પ્રો.એસ એ.ભટ્ટની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં અભ્યાસ સમિતિના સભ્યો દ્વારા નવીન શૈક્ષણિક સત્રના તૈયાર કરવામાં આવેલા ભલામણ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યા હતા જે બેઠક દ્વારા ચર્ચાઓ બાદ મંજૂર રાખવામાં આવ્યા હતા અન્ય કોઈ મહત્ત્વનો નિર્ણય લેવાયો ન હતો. પરંતુ માનવતાની રહે પીએચડી કરી રહે એક વિદ્યાર્થીનો કોરોના મોત થઈ ગયું હોય તેનો પીએચ.ડી.નો શોધ નિબંધ પૂર્ણ થઈ ગયો હોય તેની મહેનતનું ફળ મળે અને તેને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત થાય માટે ફક્ત બાકી રહેલ વાયવા અને પ્રેઝન્ટેશન ગાઈડને કરવા મંજૂરી આપવામાં આવે તેવી વિનંતી સાથે સભ્યોએ કમિટીની ભલામણ કરી હતી.જેની મંજૂરી માટે મુદ્દો ઇસી બેઠકમાં મુકવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...