તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Patan
 • Realizing That The Real Hero In The Corona Era Is Not The Movie But The Police And Doctors, The Cost Of Living With The Family Is Understood.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકડાઉનનું એક વર્ષ:કોરોનાકાળમાં સાચા હીરો ફિલ્મમાં આવે એ નહીં પણ પોલીસ અને ડોક્ટરો છે તેની ખબર પડી, પરિવાર સાથે રહેવાની કિંમત સમજાણી

પાટણ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
24 માર્ચ, 2021 - Divya Bhaskar
24 માર્ચ, 2021
 • કોરોનાએ લોકોને ડરાવ્યા પણ સાથે જિંદગીની કિંમત સમજાવી
 • લૉકડાઉનના એક વર્ષમાં પાટણ જિલ્લામાં 4383 લોકોને કોરોના થયો, 4244 સાજા થયા, 53 લોકોએ જીવ ગુમાવ્યો

વૈશ્વિક મહામારી કોરોનાએ ઉત્તર ગુજરાત સહિત રાજ્ય અને દેશને લપેટમાં લેતાં તેના બચાવ માટે પહેલા 22 માર્ચે જનતા કરફ્યૂ અપાયો અને 25 માર્ચે લોકડાઉન અપાયું. ગુરુવારે લોકડાઉનનું એક વર્ષ થયું છે. કોરોનાના આ કપરાકાળમાં લોકોની જિંદગી અને જીવનમાં અનેક ફેરફાર આવ્યા છે.

સૌથી મોટી અસર આર્થિક પરિસ્થિતિ પર પડી. આ સંજોગોમાં લોકો બચત કરતા થયા. તો ધંધા-રોજગાર બંધ હોવાના કારણે પરિવાર સાથે વધુ સમય વીતાવતાં નજીક આવ્યા. તો પ્રતિકૂળ સ્થિતિમાં પણ સામાન્ય નાગરિક ફરી બેઠો થયો. આવા અનેક કિસ્સા છે જેમણે લોકડાઉનના કપરા સમયને સંઘર્ષ પૂર્ણ સ્થિતિમાં પણ હસતા હસતા પસાર કર્યો. એવી અનેક જીવતી વાર્તાઓ જોવા મળી જેણે એક તબક્કે બધું જ ગુમાવી દીધા પછી નવી શરૂઆત કરી. લોકડાઉનમાં લોકો શિખ્યા અને સમજ્યા કે જિંદગી શું છે? આવા કેટલાક કિસ્સા અહીં રજૂ કર્યા છે.

22 માર્ચે જનતા કરફ્યૂ બાદ પાટણ જિલ્લામાં 10 દિવસ બાદ સિદ્ધપુરમાં મુંબઈથી બહેનના ઘરે આવેલા લુકમાનનો 3 એપ્રિલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને 4 એપ્રિલે મોત થતાં કોરોના ઘાતક હોવાનું લાગતાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. તેના બહેન, બનેવી સહિત 7 એપ્રિલે નેદ્રા ગામના લુકમાન સાથે આવેલા ત્રણ 3 લોકો અને સંપર્કમાં આવેલા પરિવારના સભ્યોના સેમ્પલ લેતાં 14 પૈકી 7 સભ્યો સહિત ગામમાં એકસાથે 12 કેસો આવતાં નેદ્રા ગામને હોટસ્પોટ જાહેર કરાયું હતું.

22 માર્ચે જનતા કરફ્યૂ બાદ 25 માર્ચે લોકડાઉનનો પ્રારંભ થયો હતો, એક વર્ષમાં લોકોએ ઘણું ગુમાવ્યું પણ જિંદગી અને સંબંધોને સમજતા થયા
આત્મનિર્ભર | નોકરી ગઇ તો કરિયાણાની હોમ ડિલિવરીનો બિઝનેસ શરૂ કર્યો
પાલનપુર શહેરના વડલીવાળાપરા વિસ્તારમાં રહેતા અને નાસ્તાની લારી પર નોકરી કરતા રાહુલ નામના યુવાનને લોકડાઉનમાં ઘરે બેસવાનો વારો આવ્યો. તેણે સમાજના લોકો સાથે વાત કરી અને તેમને જે પણ સરસમાન જોઈએ છે તે માટે ગ્રુપ બનાવ્યું અને હોમ ડિલિવરી કરી આપવાનું શરૂ કર્યું. હવે તે પોતાના ટુવ્હીલર પર બધાને સમાન પહોંચાડે છે અને પહેલાં કરતાં વધુ સારું કમાય છે. આજે તેઓ કહે છે,કોરોનાએ મને આત્મનિર્ભર બનાવ્યો.
પડોશીધર્મ | ઘરે એકલી દીકરીને સાચવી લીધી
હિંમતનગરના કાન્તીભાઇ ચૌહાણે જણાવ્યું કે,હું, મારી પત્ની અને દીકરી ત્રણેય સંક્રમિત થયા હતા. અમારે અમદાવાદ દાખલ થવું પડેલું. દીકરીને ઘરે એકલી મૂકીને દૂર રહેવું કપરું હતું.પણ પડોશીની હૂંફ મળી.

સંવેદના | પત્ની ક્યારેક મીઠો ઠપકો પણ આપતી કે તમે એકલા જ નોકરી કરો છો?
વિસનગરના રાલીસણા ગામના અને હાલ વડનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ર્ડા. એસ.એસ.પટેલે કોરોનાકાળમાં 8 મહિના પરિવારથી દૂર રહી કોરોનાના દર્દીઓની સેવા કરી હતી. તેઓ કહે છે, મારી પત્ની ક્યારેક મીઠો ઠપકો આપતી કે તમે એકલા જ નોકરી કરો છો. ઘર યાદ આવે છે કે નહીં. ત્યારે સેવાનો આવો મોકો ભાગ્યે જ મળે તેમ કહી મનાવતો. પત્ની, બે બાળકોની યાદ આવતી ત્યારે ફોન પર વાત કરી હળવો થતો.

ઉ.ગુ.ના પ્રથમ કોરોના સંક્રમિત અલ્પેશ વાઘેલાએ કહ્યું, પરિવારની વધુ નજીક આવ્યો, આજે ખૂબ કાળજી રાખું છું
ઉ.ગુ.ના પ્રથમ કોરોના સંક્રમિત વિજાપુરના અલ્પેશ વાઘેલાએ જણાવ્યું કે, 27 માર્ચે મને જ્યારે જાણ થઇ ત્યારે મારા હોશ ઉડી ગયા હતા. સતત મારા પરિવારનું શું થશે તે વિચારથી માનસિક રીતે સાવ તૂટી ગયો હતો. સારવાર માટે ગાંધીનગર સિવિલમાં ખસેડાયો ત્યારે પ્રથમ દિવસે જ મેં નક્કી કરી લીધું કે કોઇપણ સંજોગોમાં પરિવાર પાસે જવું છે. દરરોજ ભગવાનને પ્રાર્થના કરતો. પરિવારને વીડિયો કોલ કરી મારી જાતને તણાવથી દૂર રાખતો. સાજા થયા બાદ મારી રોજબરોજની જીવનશૈલીમાં મોટો ફેરફાર આવ્યો છે. હું મારા પરિવારની વધુ નજીક આવ્યો છે. એમને પૂરતો સમય આપી રહ્યો છું.

સંભારણું | ટ્રેન બદલાઇ જતાં આગ્રાની મહિલા ત્રણ દીકરીઓ સાથે પાલનપુર આવી ગઇ, એક મહિનો મહેમાનગતિ કરાવી ઘરે પહોંચાડી
​​​​​​​લોકડાઉન દરમિયાન આગ્રાથી ભૂલથી બીજી ટ્રેનમાં બેસી ગયેલી મહિલા અને ત્રણ દીકરીઓ પાલનપુર રેલવે સ્ટેશને ઉતરી હતી. જોકે, આગળ જવા ટ્રેનો બંધ હોઇ શહેરમાં જ એક માસની મહેમાનગતિ કરવાની ફરજ પડી હતી.

સખીવન સ્ટોપ સેન્ટરનાં આસ્કાબેન ઠક્કર અને જિજ્ઞાશાબેન જોશીએ જણાવ્યું કે, 24 માર્ચ 2020ના દિવસે 181ની ટીમ જમનાબેન અને તેમની 9, 7 અને 5 વર્ષની ત્રણ દીકરીઓને સખીવન સ્ટોપ સેન્ટરમાં લાવી હતી. નારી સંરક્ષણના તત્કાલિન અધિક્ષક કાશ્મીરાબેન પરમારે જણાવ્યું કે, તેમને 21 દિવસ સુધી રાખ્યાં હતાં. કલેક્ટર, રાજકીય અગ્રણીઓની મદદ લઇ ટ્રેન વ્યવહાર શરૂ થતાં ગાજીયાબાદ રહેતા પરિવારને સોંપાયાં હતાં. જમનાબેનને સિવણ અને પડિયા પેકિંગની તાલીમ તેમજ દીકરીઓને એસટીપી કલાસની તાલીમ અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો