આક્ષેપ:BSC સેમ-1માં કેમેસ્ટ્રી વિષયમાં 0-9 ગુણ મેળવેલા 420 છાત્રોનું પુનઃમૂલ્યાંકન છતાં ગુણમાં ફેરફાર નહીં

પાટણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોફ્ટવેરની મૂલ્યાંકન પદ્ધતિમાં ભૂલના કારણે 1000 હજાર કરતા વધુ નપાસ થયાના આક્ષેપો થયા હતા

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં બી.એસ.સી સેમ-1ની ઓનલાઈન પરીક્ષામાં કેમેસ્ટ્રી વિષયમાં વિદ્યાર્થીઓ શૂન્ય ગુણ સાથે નપાસ થતા ભારે વિરોધ સાથે કુલપતિને સોફ્ટવેરની મૂલ્યાંકન પદ્ધતિમાં ભૂલ થયાના આક્ષેપો સાથે રજૂઆત કરતાં પરીક્ષા વિભાગે કેમેસ્ટ્રી વિષયમાં નપાસ થયેલા 1 હજાર વિદ્યાર્થીઓને પુનઃમૂલ્યાંકન શરૂ કર્યું હતું. જેમાં 0 થી 10 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓનું ગુણ મૂલ્યાંકન અને પુન મૂલ્યાંકન કર્યું હતું. જેમાં એકપણ વિદ્યાર્થીના ગુણમાં કોઈ ફેરફાર થવા પામ્યો નથી. તે નપાસ જ હતા.

યુનિવર્સિટી દ્વારા જાહેર કરેલ કેમેસ્ટ્રી વિષયના પરિણામમાં વિસંગતતા આવતા સોફ્ટવેર મૂલ્યાંકન પદ્ધતિ ઉપર આક્ષેપો થવા પામ્યા હતા.ત્યારે કેમેસ્ટ્રી વિષયમાં 0 તેમજ 24 કરતા ઓછા ગુણ મળતા 1000 આસપાસ વિદ્યાર્થીઓ નપાસ થવા પામ્યા હતા. જેથી વિદ્યાર્થી સંગઠનો અને વિદ્યાર્થીઓ સાથે મળી થોડા સમય અગાઉ કુલપતિને સોફ્ટવેરની મૂલ્યાંકન પદ્ધતિ માં ભૂલ હોય વિદ્યાર્થીઓને નપાસ કરવામાં આવ્યા હોય ફરીથી મૂલ્યાંકન કરવામાં આવે તેવી માગણી કરવામાં આવતા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષા વિભાગ દ્વારા નપાસ થયેલા કેમેસ્ટ્રી વિષયના વિદ્યાર્થી નું પ્રથમ ગુણ મૂલ્યાંકન માં કોઈ ફેરફાર ન થતા વિદ્યાર્થીઓના આત્મસંતોષ માટે પુનઃમૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે જેમાં સૌથી ઓછા 0 થી 10 ગુણવાળા 420 વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પૂર્ણ થવા પામ્યુ છે. જેમાં એક પણ વિદ્યાર્થીના ગુણમાં એક પણ ગુણ નો ફેરફાર થવા પામ્યું હતું. જેથી સોફ્ટવેર હોય વિદ્યાર્થીઓ જ નાપાસ થયા છે તે સ્પષ્ટ થયું હોવાનું પરીક્ષા વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.

11થી 24 ગુણવાળા 600 વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન શરૂ,કોઈ સુધારો દેખાયો નહિ
પાસ થવા માટે જરૂરી 24 કરતા ઓછા ગુણવાળા 1000 વિદ્યાર્થીઓ નપાસ થતા પ્રથમ તેમનું ગુણ ગણતરી મૂલ્યાંકન ચેક કરતા તેમાં કોઈ ફેરફાર ન આવતા પુન મૂલ્યાંકન કરવાનું શરૂ કરાયું છે. જેમાં 0થી 10 વાળા છાત્રોનું મૂલ્યાંકન પૂર્ણ થયું છે. હાલમાં 11થી 24 વાળાઓનું મૂક્યાંકન શરૂ કરાયું છે. જેમાં પણ કોઈ ભૂલ દેખાઈ નથી.તેવું નિરીક્ષકો પાસેથી જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...