માવઠાથી નુકસાનની ભીતિ:પાટણ જિલ્લામાં 59 હજાર વધુ હેક્ટરથી જમીનમાં રવિ પાકોનું વાવેતર કરાયું: ખેતીવાડી અધિકારી

પાટણ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કમોસમી વરસાદને કારણે ખેતરમાં વાવેતર કરાયેલા જુવાર-ઘાસચારાની ગુણવત્તા પર અસર થઇ શકે છે

પાટણ જિલ્લો મુખ્યત્વે ખેતી પર આધારીત છે. સમગ્ર રાજ્ય સહિત પાટણ જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે બુધવારે સાંજથી વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂત આલમમાં ચિંતા વ્યાપી જવા પામી હતી અને ગુરૂવારના રોજ વહેલી સવારથી કમોસમી મૂશળધાર વરસાદ વરસતા ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જિલ્લાના ખેડૂતોએ રવિ સીઝનમાં 59 હજાર હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર કર્યું હોવાનું જેમાં 14 હજાર હેક્ટરમાં ચણા, 29 હજાર હેક્ટરમાં રાઇનું વાવેતર કર્યું હોવાનું ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત જીરુ-ચણા અને ઘઉંનું પણ વાવેતર કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવી કમોસમી વરસાદને કારણે ખેતરમાં જુવાર ઘાસચારાના ઉત્પાદનને કોઇ જ અસર થાય તેમ નથી. જોકે, તેની ગુણવત્તા પર કમોસમી વરસાદની મહદઅંશે અસર થઇ છે તેવું જિલ્લા ખેતીવાડી અધિકારી શૈલેષભાઇ પટેલે જણાવ્યું હતું. સામાન્ય રીતે આ કમોસમી વરસાદથી પાટણ જિલ્લામાં ઘઉં, સવા અને બીનપીયત પાકોનું વાવેતર વધવાની સંભાવના પણ ખેતીવાડી વિભાગે સેવી હતી.

અન્ય સમાચારો પણ છે...