તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:હારીજમાં સેવાભાવી સંસ્થા દ્વારા નિરાધાર વૃદ્ધોને રાશનકીટોનું વિતરણ કરાયું

પાટણ9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • વિચરતા સમુદાય સમર્થન મંચની મદદથી દર મહિનાની જેમ આ મહિને પણ રાશનકીટનું વિતરણ કરવામાં આવ્યું

કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને સોમવારના રોજ હારીજ ખાતે વિચરતા સમુદાય સમર્થન મંચની મદદથી દર મહિનાની જેમ ચાલું મહિના માટે નિરાધાર નિઃસહાય વૃદ્ધ 14 જેટલા માવતરને રાશનકીટોનું વિતરણ પાટણ જિલ્લા સંયોજક મોહનભાઈ બજાણીયા દ્વારા કરવામાં આવ્યું હતું.

પાટણ જિલ્લામાં કુલ 50 જેટલા પરિવારોને માવજત કાર્યક્રમ અંતર્ગત દર મહિને રાશનકીટ આપવામાં આવે છે. જે રાશનકીટ મળતાની સાથે વૃદ્ધ નિરાધાર અને નિઃસહાય માવતર હરખની લાગણી અનુભવતા હોય છે અને આવાં નિઃસહાય વૃદ્ધ માવતરોએ કહ્યું કે બાળકોને બધાજ દતક લે છે પણ અમારા જેવા વૃદ્ધ માવતરને વિચરતા સમુદાય સમર્થન મંચે દંતક લઈને અમારા ઉપર મોટો ઉપકાર કર્યા હોવાનું જણાવી સંસ્થા અને દાતાનો આભાર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો