ધાર્મિક કાર્યક્રમ:પાટણના સિદ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર ખાતે રસ રોટલીના પ્રસાદનું આયોજન

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણના સિદ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલીના પ્રસાદનું આયોજન કરાયું હતું. માગસર સુદ બીજને શુક્રવારના દિવસે પાટણ શ્રી મોઢ મોદી ઘાંચી જ્ઞાતિ સમાજ અને શ્રી બાળા બહુચર માતા મિત્ર મંડળના સહયોગથી શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે રસ રોટલીનાં પ્રસાદનું ભક્તિ સભર માહોલમાં આયોજન કરવામાં આવ્યું છે.

શ્રી વલ્લભ ધોળા ભટ્ટ દ્વારા માગસર સુદ બીજ ને 1732 ની સાલમાં બહુચરના નામથી બ્રાહ્મણોને રસ રોટલીનો પ્રસાદ ખવડાવવામાં આવ્યો હતો તે પરંપરા મુજબ શુક્રવારના રોજ પાટણના શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત રસ રોટલીના પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પૂર્વ માતાજીને આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને શુક્રવારના રોજ રામશેરીથી માતાજીની સિદ્ધી સરોવર સમીપ મંદિર પરિસર ખાતે પધરામણી કરાવવામાં આવી હતી. ત્યારબાદ આનંદ ગરબા મંડળો દ્વારા આનંદનાં ગરબાની રમઝટ મચાવી દાતાઓનું સન્માન કરી મંદિર પરિસર ખાતે માતાજીની અસવારી ભક્તિ સંગીતના સુરો વચ્ચે નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો એ જોડાઈ માતાજીના રસ રોટલીનો પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી.

પાટણ સિધ્ધી સરોવર સમીપ આવેલા શ્રી બાળા બહુચર માતાજીના મંદિર પરિસર ખાતે આયોજિત રસ રોટલીના પ્રસાદના મુખ્ય યજમાન પદે સ્વ.બબુબા શંકરલાલ ધીવાળા(નવદુર્ગા પરિવાર) એ લ્હાવો લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...