• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Rao To Take Examination Of Students Of Guardians In The Executive Of Patan University, The Committee Did Not Take Any Decision As The Investigation Is Going On.

​​​​​​​MBBS ગુણ કૌભાંડ:પાટણ યુનિવર્સિટીની કારોબારીમાં વાલીઓની છાત્રોની પરીક્ષા લેવા રાવ,તપાસ ચાલુ હોઈ કમિટીએ કોઈ નિર્ણય ન લીધો

પાટણ3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવીન MS કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા કરવા મંજૂરી, બાંધકામના બિલો મંજૂર કરાયા
  • સંડોવાયેલા ત્રણેય છાત્રોની ચાલુ અભ્યાસની પરીક્ષા ન લેવા નિર્ણય કરેલો છે

હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં શનિવારે વહીવટી ભવન ખાતે કુલપતિ ડૉ.જે.જે. વોરાની અધ્યક્ષતામાં ઓનલાઇન અને ઓફલાઈન સભ્યોની ઉપસ્થિતિમાં કારોબારી બેઠક યોજાઈ હતી.જેમાં સાત જેટલી એમએસસીની કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવા માટે કારોબારીએ લીલી ઝંડી આપી હતી.

ઉપરાંત બેઠકમાં ત્રણ જેટલા બાંધકામોના બિલો મંજૂર કરવા અંગે ચર્ચા વિચારણા બાદ એક સભ્યના મૌખિક વાંધા વચ્ચે મંજૂર કરવામાં આવ્યા હતા.તેમજ હવે આકસ્મિક કારણો સિવાય યુનિવર્સિટીમાં કારોબારી બેઠકમાં સભ્યોને મુદ્દાઓ અગાઉથી અભ્યાસ કરી શકે તે માટે પાંચથી સાત દિવસ પૂર્વે સભ્યોને બેઠકનો એજન્ડા આપવા મૌખિક નિર્ણય લેવામાં આવ્યો હતો.આ કારોબારી બેઠકમાં રજીસ્ટ્રાર આર.એન.દેસાઈ સહિત સભ્ય શૈલેષ પટેલ , દિલીપ પટેલ , દિલીપ ચૌધરી સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

વાલી અશોક મહેશ્વરીએ જણાવ્યું હતું કે અમારા દીકરાઓની પરીક્ષા લેવા માટે ત્રણથી ચાર વખત રજૂઆત કરવા છતાં કોઈ જવાબ ના મળતા આજે કારોબારી હોવાનું જાણવા મળતા અમે રજૂઆત કરવા માટે આવી પહોંચ્યા હતા. અમારા દીકરા હાલમાં દોષિત સાબિત થયા નથી.તેમને પરીક્ષા આપીને ઉતરવહી જમા કરાવી હતી.

નિયમ મુજબ જ રીએસેસમેન્ટ કરાવ્યું હતું.તેમને ઉત્તરવહી બદલી નથી.તેમને ખબર પણ નથી.તપાસમાં બહાર આવે ત્યારની વાત ત્યારે છે.પરંતુ હાલ તેમની પરીક્ષાઓ ન લેતાં ભવિષ્ય બગડી રહ્યું છે.જેથી અમે તેમની પરીક્ષા લેવામાં આવે તેવી રજૂઆત કરવા માટે આવ્યા હતા.

વાલીઓ પુત્રોની પરીક્ષા લેવાય માટે ચાલુ ઇસીમાં રજૂઆત કરવા પહોંચી ગયા
એમબીબીએસમાં ધારપુર મેડિકલ કોલેજના ત્રણ વિદ્યાર્થીઓની રીએસસમેન્ટમાં ઉત્તરવહી બદલી નાપાસમાંથી પાસ કરવાનું કૌભાંડ બહાર આવ્યા બાદ છેલ્લા 15 મહિનાથી તેની તપાસ ચાલી રહી છે. તપાસ દરમિયાન યુનિવર્સિટી દ્વારા ત્રણેય વિદ્યાર્થીઓની ચાલુ અભ્યાસની પરીક્ષા હાલમાં ના લેવા તેમજ અગાઉના પરિણામો રદ કરવાનો નિર્ણય લેવાયો હોય ત્રણેય વિદ્યાર્થીઓના વાલીઓ ચાલુ કારોબારી બેઠકમાં આવી પહોંચી તેમના દીકરાઓનો અભ્યાસ બગડી રહ્યો હોય હાલમાં દોષિત સાબિત થયા ના હોય તેમનું ભવિષ્ય ના બગડે તે માટે તેમની પરીક્ષાઓ લેવામાં આવે તેવી કુલપતિ સહીત સભ્યોને વિનંતી કરી રજૂઆત કરી હતી.આ બાબતે રજીસ્ટ્રાર આર.એન. દેસાઈએ જણાવ્યું હતું કે આ બાબતમાં સી.આઇ.ડી.માં તપાસ ચાલુ હોય યુનિવર્સિટીમાં પણ આંતરિક તપાસ ચાલુ હોય અને મેડિકલ અભ્યાસક્રમ કાઉન્સિલ ની બાબત હોય યુનિવર્સિટી પરીક્ષા અંગે નિર્ણય લઈ શકે નહિ.જેથી આ બાબત કારોબારીમાં કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...