લોકડાઉન 4.0:પાટણમાં નાસ્તા સ્ટોલ શરૂ કરવા, કન્ટેઈન્ટમેન્ટ ઝોન સમય,હદ ઓછા કરવા રાવ

પાટણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેરમાં એકી બેકી નંબરના લીધે સર્જાતી સમસ્યા,નાના નાસ્તા સ્ટોલ  અને કન્ટેન્ટ મેન્ટ જોન અંગે શહેર ભાજપ દ્વારા કલેકટર સમક્ષ રજૂઆત કરી હતી.જેમાં તેઓએ બુધવારથી યોગ્ય કરવા માટે ખાતરી આપી હતી જેને પગલે ના નાસ્તા પાણીના સ્ટોલ શરૂ થવાની અને કન્ટેન્ટ ઝોનમાં સમય અને વિસ્તારો ઓછા થવાની આશા શહેર ભાજપ પ્રમુખ કિશોર મહેશ્વરીએ દર્શાવી હતી.

જિલ્લા ભાજપ  સંકલન સમિતિની બેઠકમાં પ્રદેશ મહામંત્રી  કે.સી.પટેલ જિલ્લા સંગઠન પ્રભારી  મયંકભાઇ નાયક  તથા જિલ્લા ભાજપ પ્રમુખ મોહનભાઈ પટેલ ની હાજરીમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી જે પછી પાલિકા પ્રમુખ મહેન્દ્ર પટેલ પૂર્વ પ્રમુખ હેમંત તન્ના અને શહેર પ્રમુખ કિશોર મહેશ્વરી જિલ્લા કલેકટર આનંદ પટેલને મળ્યા હતા અને આ અંગે રજૂઆત કરી હતી  વેપારીઓ નાના ધંધાઓ અંગે,  એકી-બેકી નંબર ની સમસ્યા,  કન્ટેન્ટમેન ઝોન નો વિસ્તાર અને સમય ઓછો રાખવાની રજૂઆતમાં  કલેક્ટરે  ઉચ્ચ સ્તરે ચર્ચા કરી  યોગ્ય નિર્ણય લેવા ખાતરી આપી હતી .

અન્ય સમાચારો પણ છે...