માંગ:પાટણમાં રાત્રે હાઇવેના સ્ટેન્ડથી શહેરમાં આવવા રિક્ષાવાળા વધારે પૈસા લેતાની રાવ

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિ બસો શહેરમાં જુના બસ સ્ટેશન કે ફુવારા થઈ પસાર કરવા માંગ
  • પૂર્વ એસટી કર્મચારી પાસે 1 કિલો મીટરના રૂ. 100 ભાડું માગતાં રકઝક બાદ 50 ચુકવ્યા

પાટણ એસ.ટી. ડેપો પર રાત્રે બાર એક વાગ્યા સુધી અંદાજે 10થી 15 જેટલી બસો રાત્રિના સમયે આવે છે ખાસ કરીને અમદાવાદ તરફથી આવતી અને આગળ જતી એસટી બસોમાં પાટણના મુસાફરોને રાત્રે હાઇવે ઉપર ઉતર્યા પછી રિક્ષામાં બેસી ઘરે જવું પડે છે પરંતુ તેમાં રીક્ષા ચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ચલાવાતી હોય છે. એક કિલોમીટરના અંતરમાં પણ 100 રૂપિયાના ભાડાની માગણી કરવામાં આવે છે. અગાઉ પણ રાત્રિ બસો શહેરમાં થઈને ચલાવવા માંગણીઓ થઇ હતી.

પાટણ એસટી ડેપોના નિવૃત્ત કર્મચારીને પણ ઉઘાડી લૂંટનો અનુભવ થયો હતો. હાઈવે બસ સ્ટેશનથી ટીબી ચાર રસ્તા પાસેની સોસાયટીમાં જવા માંડ એક કિલોમીટરનું અંતર થાય છે છતાં રિક્ષાચાલક દ્વારા રૂ. 100 ભાડુ માગતાં રકઝક બાદ છેવટે 50 રૂ. આપવા પડ્યા હતા. શહેરમાં અગાઉ કેટલીક બસો જુના બસ સ્ટેશન થઈને ચલાવાતી હતી

પરંતુ જે રાત્રે રસ્તાઓ ખુલ્લા હોય છે અને એટલો બધો ટ્રાફિક હોતો નથી તેને ધ્યાને લઇ રાત્રિના સમયે એસટી બસો જુના બસ સ્ટેશન કે ફુવારા સર્કલ થઈને ચલાવવામાં આવે તેવી માંગ થઇ રહી છે.પાટણ ડેપો મેનેજર પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે રાત્રી એસટી બસો શહેરમાં અંદરથી ચલાવવા માટે અગાઉથી વિભાગ દ્વારા સૂચના અપાઈ છે. રાત્ બસો શહેરની અંદર ન લઈ જવાય તો ડેપોની જાણ કરવાથી કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...