ફરિયાદ:સમીમાં સરકારી જમીન ભળતા નામની બે વ્યક્તિએ ખાનગી કબજે કર્યાની રાવ

પાટણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નોંધ ના મંજૂર કરવા ગામના રહિશની નાયબ કલેક્ટરને રજૂઆત
  • ખોટી નોંધ પાડી મૃતકના નામના ભળતી વ્યક્તિએ પચાવ્યાનો આક્ષેપ

પાટણ જિલ્લાના સમી ખાતે મૂળમાં સરકારી પડતર વાળી જમીન ઉપર ખોટી રીતે નોંધ પાડી મૃતક વ્યક્તિના નામે ભળતા નામ વાળી વ્યક્તિ દ્વારા પચાવવામાં આવી રહી હોવાની ફરિયાદ ગામના અરજદાર દ્વારા નાયબ કલેકટરની કોર્ટમાં કરવામાં આવી છે.

સમી ગામે કથીત ગેરકાયદે રીતે થયેલ કબજા અંગે કરવામાં આવેલી રજૂઆત મુજબ સમી ગામના કુંભાર વાસમાં રહેતા એક વ્યક્તિએ રજીસ્ટર વેચાણ દસ્તાવેજથી જમીન આપેલી હતી. તેની કાચી નોંધ 13 સપ્ટેમ્બરના રોજ પડેલ છે. આ સર્વે નંબર વાળા વ્યક્તિ નવેમ્બર 2005ના રોજ મરણ થતાં વેચાણ આપનાર વ્યક્તિ જમીનના પોતે માલિક કે કબજેદાર નથી પરંતુ વેચાણ આપનાર અને મરણ જનાર બંને વ્યક્તિના એક જ સરખા નામ હોવાથી ગેર ફાયદો ઉઠાવી રહ્યો છે.

આ જમીન કલેકટર મહેસાણા દ્વારા 1982ના હુકમથી નિયમબધ્ધ કરી ગ્રાન્ટ કરી હતી. તેની નોંધ 2019માં પડી હતી અને સર્કલ ઓફિસર સમી દ્વારા પ્રમાણિત પણ કરવામાં આવી હતી. પરંતુ ખોટી રીતે જમીન પચાવી પાડવા પ્રયાસ થતા સરકારી પડતર અંગે તપાસ કરાવી તાજેતરમાં પાડવામાં આવેલી નોંધ નામંજૂર કરવા ગામના એક રહીશ દ્વારા નાયબ કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યા પ્રમાણે સમીમાં મૃકત વ્યક્તિના ભળતા નામની વ્યક્તિએ સરકારી જમીન પર કબજો મેળવવાની પેરવી રચી હોઈ ખોટી નોંધ નામંજૂર કરવા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...