રજૂઆત:પાટણમાં કોલેજ કેમ્પસના રસ્તા પર પસાર થતી છોકરીઓની પજવણી કરાતાની રાવ

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અંડરબ્રિજની સાઈડમાં બિનઅધિકૃત રીતે મુકાતી વસ્તુઓ અંદર પડતા વાહન ચાલકો માટે જોખમી

પાટણ કોલેજ કેમ્પસમાં આવર-જવર કરવાના મુખ્ય માર્ગ ઉપર આવેલા રેલવે અંડરબ્રિજની સાઈડમાં બિનઅધિકૃત રીતે મુકાતી વસ્તુઓ અંદર પડતા વાહન ચાલકો માટે જોખમી બને તેમ હોય ઉપરાંત આ રસ્તા ઉપર મોટી સંખ્યામાં શાળા કોલેજના છોકરાઓ બેસી રહી અવરજવર કરતી છોકરીઓ સાથે ઠઠ્ઠા મશ્કરી કરતા હોય કાર્યવાહી કરવા માટે કેમ્પસના ડિરેક્ટર દ્વારા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.

પાટણના સૌથી મોટા શૈક્ષણિક કોલેજ કેમ્પસમાં અવરજવર કરવા માટેના મુખ્ય માર્ગ પર આવેલા રેલવે અંડરબ્રિજ ઉપર ડોમ ની સાઈડની રેલિંગ ઉપર આજુબાજુની દુકાનવાળા ધંધાર્થી અને બિનઅધિકૃત રહેતા લોકો દ્વારા વસ્તુઓ મૂકાતાં અને કપડાં સુકવાતાં હોઈ જે અંડર બ્રીજમાં નીચે પડવાનો સતત ભય હોય વાહન ચાલકો અને વિદ્યાર્થીઓ માટે જોખમી બની રહ્યું હોય મોટી દુર્ઘટના સર્જાય તેવી સ્થિતી ઉભી થવા પામી છે.

વધુમાં બ્રિજની દીવાલ ઉપર તેમજ સરકારી વસાહત જવાના માર્ગ અને જજ સાહેબના બંગલા વચ્ચે કોલેજ અને શાળાના છોકરાઓ બેસી પસાર થતી છોકરીઓની ઠઠ્ઠા મશ્કરી કરવામાં આવી રહી હોય અને મજાક મસ્તીમાં ઉપરથી વસ્તુઓ અંદર નાખવામાં આવે છે. જેનાથી નીચેથી વાહન ચાલકોને ઉપર પડતા દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. બ્રીજની અંદર લાઈટની વ્યવસ્થા ના હોય કોલેજ હોસ્ટેલમાં રહેતા ભાઈ બહેનોને રાહદારીઓને જવા રાત્રિ દરમિયાન મુશ્કેલી સર્જાઇ રહી હોય સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા માટે પાટણ કલેક્ટરને એન.જી.એસ કેમ્પસ ડિરેક્ટર ડૉ.જે.એચ.પંચોલી દ્વારા પત્ર લખી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...