ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ:પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી 'રાણકીવાવ' અમરપ્રેમનું પ્રતીક

પાટણ6 મહિનો પહેલા
  • રાજા ભીમદેવ પ્રત્યેના અમીટ પ્રેમને રાણી ઉદયમતીએ વાવ સ્વરૂપે અમર બનાવ્યો

14મી ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઈન ડે આખી દુનિયામાં આ દિવસ પ્રેમના પ્રતીક સ્વરૂપે ઉજવાય છે. કેટલાક દેશોમાં આ દિવસને રાષ્ટ્રીય રજા હોય છે, તો કેટલાક લોકો આ વિશેષ દિવસને લગ્ન માટે પસંદ કરે છે. ત્યારે ઇતિહાસના પાને નોંધાયેલી હકીકત અનુસાર રાજા ભીમદેવ પ્રત્યેના અસીમ અને અમીટ પ્રેમને રાણી ઉદયમતીએ વાવ સ્વરૂપે પોતાના પ્રેમને અમર બનાવ્યો હતો.

તળપદી ભાષામાં 'રોણીની વાવ' કહે છે.
વિશ્વ વિસાતમાં સ્થાન પામેલી પાટણની પ્રસિદ્ધ રાણીની વાવ હોય કે અમદાવાદની અડાલજની વાવ હોય, ગુજરાતમાં બંધાયેલી અનેક વાવ, તળાવના બાંધકામમાં રાણી ઉદયમતી, મીનળદેવી જેવી મહિલામીનો મહત્વનો ફાળો રહ્યો છે. પાટણની આ ઐતિહાસિક વાવ ગુજરાતનું ગૌરવવંતુ આભૂષણ છે. જેને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજની યાદીમાં સમાવેશ કરાયો છે. ભારત સરકાર દ્વારા 100ની ચલણી નોટ પર ફોટો મૂકી ખાસ મહત્વ આપવામાં આવ્યુ છે. અણહિલપુર પાટણનાં રાણી ઉદયમતીએ રાજા ભીમદેવની યાદમાં બંધાવેલી આ વાવ તેમના રાજા પ્રત્યેના અમરપ્રેમનું પ્રતીક છે. તેને તળપદી ભાષામાં 'રોણીની વાવ' કહે છે.

વાવ ધરતી તળે ધરબાયેલી હતી
પાટણના નગર દેવી કાળકામાતાજી મંદિર બહાર જૂના નગરવિસ્તારમાં વાવ આવેલી છે. સરસ્વતી નદીના તટ પાસે સિદ્ધરાજ જયસિંહે સહસ્ત્રલિંગ સરોવર બનાવ્યું હતું. આજે તેના ખંડિત ભાગો જોવા મળે છે. તેની નજીક આ વાવ ધરતી તળે ધરબાયેલી હતી. જેને પુરાતત્ત્વ વિભાગે ઉત્ખનન કરીને આ વાવ શોધી કાઢી હતી. અદ્ભૂત શિલ્પ સ્થાપત્યોથી મઢેલી આ વાવ એક હજાર વર્ષ કરતાં પણ વધારે જૂની છે. તે સોલંકીકાળનાં સ્થાપત્યો અને વાવ-સરોવરો પૈકીનું એક પ્રમાણ છે.
​​​​​​​
સોલંકી રાજાઓએ રાજ્યમાં 7224 જેટલી વાવો તેમજ 5125 જેટલાં તળાવોનું નિર્માણ કરાવ્યું
ઇતિહાસમાં નોંધાયેલું છે કે, સોલંકી રાજાઓએ રાજ્યમાં 7224 જેટલી વાવો તેમજ 5125 જેટલાં તળાવોનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં રાણીની વાવ રાજઘરાનાના ઉપયોગની મિલકત હતી. આ વાવમાં રેતિયા પથ્થરમાં કરાયેલું કોતરણીકામ કલાત્મક છે. પ્રવેશદ્વાર આધારે વાવને નંદા, ભદ્રા, જયા, વિજ્યાપૈકી નામ અપાય છે. રાણીની વાવને એક જ પ્રવેશ દ્વાર હોઈ તેને નંદાપ્રકારની વાવ કહેવાય છે. રાણકી વાવ નિહાળવા માટે હજારો પ્રવાસીઓ આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...