કાર્યવાહી:અંજારથી ચોરેલા 2 બાઇક સાથે રાણીસરનો શખ્સ ઝડપાયો

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલસીબીએ વારાહી-બામરોલી હાઈવે પરથી પકડ્યો

વારાહી બામરોલી હાઈવે પરથી એલસીબી પોલીસે ચોરીના બાઈક સાથે સાંતલપુરના રાણીસર ગામના શખ્શની ધરપકડ કરી હતી. જ્યારે તેના સાગરીતના ઘરેથી પણ ચોરીનું બાઈક પકડી લીધું હતું. સાંતલપુર પંથકમાં પાટણ એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે વખતે બાતમી આધારે વારાહીથી બામરોલી હાઈવે પરથી રાણીસર ગામના શારૂખહુસેન મીરખાન ભટ્ટીને ચોરીના બાઈક સાથે પોલીસે પકડી પાડ્યો હતો જ્યારે તેના સાગરીતની પોલીસે ખાતરી તપાસ કરતા તેના ઘરેથી પણ પોલીસને ચોરીનું બાઈક મળી આવ્યું હતું.

બંને બાઇકો પોલીસે જપ્ત કર્યા હતા આ બંને બાઇકો અંજારથી સાગરીત રાણીસર ખાતે રહેતા નૂર મંહમ્મદ સુકુરભાઈ પહેલવાને ચોરી કરી હોવાનું ખૂલતાં તેને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા. આ મામલાની વધુ તપાસ વારાહી પોલીસને સોંપી હતી તેવું એલસીબી પોલીસે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...