તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નર્મદા નિગમ નહિ સાંભળતા ખેડૂતોમાં રોષ:રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલને માત્ર ગામનું નામ આપ્યું પણ 10 વર્ષથી પાણી મળ્યું નહિ

પાટણ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રામપુરાના ખેડૂતોની વ્યથા નર્મદા નિગમ નહિ સાંભળતા રોષે ભરાયેલ ખેડૂતોની મુખ્યમંત્રીને રજૂઆત

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રામપુરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે નર્મદાનું પાણી નહિ મળતા રોષે ભરાયેલા ખેડૂતો દ્વારા મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી હતી અને આ કેનાલનું કામ તાત્કાલિક શરૂ કરવા માંગ કરવામાં આવી હતી.

રામપુરા ગામના ખેડૂતોને ખેતરોમાં વાવેતર કરવા માટે સિંચાઇનો લાભ મળી રહે તે માટે 10 વર્ષ અગાઉ નર્મદાની રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ બનાવી છે. પરંતુ રામપુરા ગામના ખેડૂતોને આજદિન સુધી કેનાલનું એક ટીપું પાણી મળ્યું નથી. કેનાલને રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ નામ આપ્યું છે અને તે માત્ર ગામનું નામ જ રહ્યું છે અને ગામલોકોને સિંચાઈનું પાણી મળ્યું નથી. રામપુરા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલનું પાણી સોનેથ, ઝંડાળા થઇ ગઢા ગામ સુધી પહોંચે છે. પરંતુ આગળ કેનાલ તુટી ગઈ હોવા છતાં કેનાલને 10 વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં કેનાલનું રીપેરીંગ કરાયું નથી અને જેથી રામપુરા ગામ સુધી પાણી પહોંચતું નથી. સમયસર હવે પાણી મળી રહે તે માટે ખેડૂતોએ મુખ્યમંત્રીને રજુઆત કરી હતી.

કેનાલનું એક ટીપું પણ પાણી મળ્યું નથી
નદીનું પૂર આવવાથી કે બીજા કારણોથી વર્ષોથી તૂટેલી છે જે વર્ષોથી તૂટેલી હાલતમાં હોઈે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ જ સાંભળતું જ નથી.કેનાલ બની ત્યારથી આજ દિન સુધી એક ટીપું પણ પાણી ખેડૂતોને મળ્યું નથી તેવું રામપુરાના ખેડૂત સવદનભાઈ ઠાકોર દ્વારા જણાવ્યું હતું.

ખેતી માટે પાણી મળે રહે તે અમારી રજૂઆત
10 વર્ષથી બનાવેલી કેનાલ તૂટી ગઈ છ,અમને કેનાલનું પાણી મળ્યું નથી સરકાર અમને આ કેનાલ બનાવી આપે અને પાણી ચાલુ કરાવી એ જ અમને માંગણી કરી રહ્યા છીએ તેવું ખેડૂત ભૂરાભાઈ ઠાકોર દ્વારા જણાવ્યું હતું.

પાણીની હાલ ખાસ જરૂર છે
રામપુરાના ખેડૂત મગનભાઈ દ્વાર જણાવવામાં આવ્યું હતું કે અમારે કેનાલના પાણીની ખાસ જરૂર છે પરંતુ કેનાલ હાલમાં તૂટેલી પડી છે. કેનાલ રિપેરિંગ કરાવીને સિંચાઈ માટે પાણી આપવા માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો