તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાટણના નવા જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરઝાએ વિધિવત્ ચાર્જ સંભાળ્યો

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ ડીડીઓ ડી.કે. પારેખનો જિલ્લા પંચાયતમાં વિદાય સમારોહ
  • પાટણ જિલ્લો વધુ અગ્રેસર બને તે માટે મારા પ્રયાસો રહેશે : રમેશ મેરઝા

પાટણમાં અઢી વર્ષથી ફરજ બજાવતા જિલ્લા વિકાસ અધિકારી ડી.કે પારેખની રીઝનલ અર્બન કમિશ્નર બરોડા ખાતે બઢતી સાથે બદલી અને તેમની જગ્યા જી.એસ.આઈમાંથી એ.આઈ.એસ તરીકે બઢતી સાથે પાટણ જિલ્લા વિકાસ અધિકારી તરીકે નિયુક્ત કરાયેલ રમેશ મેરજા બન્ને અધિકારીઓનો આવકાર્ય અને વિદાય સમારોહ જિલ્લા પંચાયતમાં સંલગ્ન તમામ કચેરીના આધિકારીઓ દ્વારા યોજાયો હતો.

પાટણના નવ નિયુક્ત જિલ્લા વિકાસ અધિકારી રમેશ મેરજાએ જણાવ્યું હતું કે પાટણ માટે ઘણું સાંભળ્યું છે. હમેશા અગ્રસર રહ્યો છે. સૌ અધિકારીઓ સાથે મળી જિલ્લો વધુ અગ્રેસર બને તે માટે મારા પ્રયાસો રહેશે. કામ તો થાય છે. પરંતુ તે કામો પ્રજાને કઈ રીતે કામ આવશે તે દિશામાં વિચારશીલ બની ફરજ બજાવવાનો મારો પ્રયાસ રહેશે.

અન્ય સમાચારો પણ છે...