શોભાયાત્રા:ચાણસ્માના કારોડા ગામે રામદેવપીરને નેજુ ચડાવાયું, મહારાજની શોભાયાત્રા નિકળી

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભાદરવા સુદ અગિયારસના દિવસે ચાણસ્મા તાલુકાના ખારોડા ગામે રામદેવપીર મહારાજનો મેળો ભરાયો હતો. જ્યાં ગામલોકોની સવારથી રામદેવપીર મહારાજના દર્શનાર્થે ઉમટી પડ્યાં હતાં જ્યારે ગામ ઉજાણી નિમિત્તે રામદેવપીર મહારાજની શોભાયાત્રાઓ નીકળી હતી જેમાં ગામમાં પરિભ્રમણ કરી હાઇવે ઉપર આવેલા રામદેવપીર મહારાજના મંદિરે શોભાયાત્રા પહોંચી હતી અને ત્યાં ભજનો ધૂન સાથે ભક્તજનોએ ઉજવણીનો આનંદ માણ્યો હતો.

નવું મંદિર પૂર્ણતાના આરે
ઉલ્લેખનીય છે કે, દર અજવાળી બીજના દિવસે રામદેવપીર જેના મંદિરે બત્રીસો પાટલી આવનારા યાત્રાળુઓ માટે ભોજનની વ્યવસ્થા દાતાઓ દ્વારા કરવામાં આવે છે જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરી હાલમાં નવું મંદિર પૂર્ણતાના આરે છે અને દિવાળી સમયે આસપાસ ધામધૂમથી રામદેવપીર મહારાજના મંદિરનું પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ની ઉજવણી કરવામાં આવશે તેમ ગામના યુવક મંડળ અને રામદેવપીર મંડળના યુવકોએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...