રામદેવપીરનો મેળો:પાટણના વામૈયા ગામે રામદેવપીરનો મેળો ભરાયો, ડીજેના તાલે રામાપીરની પાલકી યાત્રા નીકળી

પાટણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના વામૈયા ગામે આવેલા રામદેવપીર બાબાના મંદિરે ભાદરવા સુદ નોમના દિવસે ગામ લોકો દ્વારા નેજા ચઢાવવામાં આવ્યા હતા અને ભાદરવા સુદ અગિયારસને બુધવારના દિવસે મેળો ભરાયો હતો વામૈયા ગામની ભાગોળે બાબા રામદેવપીરની પાલખી ડીજેના તાલ સાથે નીકાળવામાં આવી હતી અને પાલખીને નિજ મંદિર ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં મંદિરે ગામજનોએ પૂજા અર્ચના તેમજ આરતી કરવામાં આવી હતી ગામની બહેનો દ્વારા મંદિર ખાતે ગરબા રમવામાં આવ્યા હતા બાબા રામદેવપીર ના મેળામાં ગામ લોકો તેમજ આજુબાજુના વિસ્તારના લોકો તેમજ બાબા રામદેવપીર ના ભક્તો તેમજ શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ ભક્તજનો એ પ્રસાદ રૂપે ભોજન આરોગ્ય હતું.

અન્ય સમાચારો પણ છે...