રામચંદ્રાવતી ભોજન:પાટણમાં પદ્મનાભ ભગવાનના સાનિધ્યમાં રામચંદ્રાવતી ભોજન કક્ષનો પ્રારંભ કરાયો

પાટણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમેરિકા સ્થિત સ્વ.મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના સભ્યોએ નવચંડી યજ્ઞના યજમાન પદનો લ્હાવો લીધો

સમગ્ર ભારતભરમાં એકમાત્ર પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન પદ્મનાભજી માટીના ઢગલા સ્વરૂપે આસ્થાના પ્રતિક સમા શોભાયમાન બની રહ્યા છે. ત્યારે ભગવાન પદ્મનાભજીના સાનિધ્યમાં મૂળ પાટણ નિવાસી અને હાલમાં અમેરિકા સ્થિત સ્વર્ગસ્થ મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના રામચંદ્ર મફતલાલ પ્રજાપતિ પરિવાર દ્વારા લાખ્ખો રૂપિયા નાં ખર્ચે રામચંદ્રાવતી ભોજન કક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પદ્મનાભજી ભગવાનના સાનિધ્યમાં તૈયાર કરવામાં આવેલ આ અધતન સુવિધા સભર રામચંદ્રાવતી ભોજન કક્ષનું બુધવારના પવિત્ર દિવસે સ્વ.મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના રામચંદ્ર મફતલાલ પ્રજાપતિનાં પુત્ર અમિત અને મયુરના શુભ હસ્તે સમાજ ગંગાની વિશાળ ઉપસ્થિતમાં પ્રારંભ કરવામાં આવ્યો હતો.

પદ્મનાભજી ભગવાનના મંદિર પરિસરની પાછળ નાં ભાગે નિમૉણ કરાયેલા રામચંદ્રાવતી ભોજન કક્ષના પ્રારંભને લઈને આયોજિત નવચંડી યજ્ઞના યજમાન પદે દાતા પરિવારનાં સભ્યોએ લ્હાવો લઈને ધન્યતા અનુભવી હતી.

આ પવિત્ર અને ધાર્મિક પ્રસંગે અમેરિકા સ્થિત સ્વ.મફતલાલ નાથાલાલ પ્રજાપતિ પરિવારના પાર્વતિબેન નટવરલાલ પ્રજાપતિ, ચંદ્રાવતીબેન રામચંદ્ર પ્રજાપતિ, કમલાબેન બાબુલાલ પ્રજાપતિ, વિણાબેન રાજેન્દ્રકુમાર પ્રજાપતિ, અમિત, મયુર સહિત પાટણ પ્રજાપતિ સમાજ નાત ગંગાનાં આગેવાનો, રાજકિય સામાજિક આગેવાનો પદ્મનાભ ભગવાન મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ ઉપસ્થિત રહી પ્રસંગના દશૅન પ્રસાદનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...