તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અથાણાંની સિઝન:પાટણમાં અથાણાં માટેની રાજાપુરી,અને તોતાપુરી કેરીનું બજારમાં આગમન, પ્રતિ કિલો 50થી 60 રૂ.ના ભાવે વેચાણ

પાટણ3 મહિનો પહેલા
  • રસોઇને ચટાકેદાર બનાવતા અથાણાની સીઝન પણ શરૂ થઇ ગઇ

વૈશાખ માસની શરુઆત પૂર્વે જ બારમાસી ઘરવપરાશની ચીજવસ્તુઓ ભરવાની શરુઆત થઇ જતી હોય છે . જેમાં ગૃહિણીઓ ઘઉં , ચોખા , તેજાના - મસાલા સહિત અન્ય ચીજવસ્તુઓને બાર માસ સુધી ભરવાની કામગીરીમાં વ્યસ્ત બની જાય છે ત્યારે ધોમધખતા વૈશાખ મહિનાની શરુઆત પૂર્વે જ રસોઇને ચટાકેદાર બનાવતા અથાણાની સીઝન પણ શરૂ થઇ ગઇ છે. પ્રતિ કિલો 50થી 60 રૂ.ના ભાવે વેચાઇ રહી છે.

હાલમાં પાટણ શહેરની બજારોમાં અથાણામાં વપરાતી રાજાપુરી , તોતાપુરી અને દેશી કેરીની આવકો વધુ જોવા મળી રહી છે . ગત વર્ષ કરતા ચાલુ સાલે આ કેરીના ભાવમાં મહદ્અંશે વધારો જોવા મળી રહયો છે. પાટણ શહેરની બજારમાં અથાણામાં વપરાતી રાજાપુરીના ભાવ પ્રતિ કિલોએ રૂા .50 થી 60 અને તોતાપુરી કેરી 40 થી 50 રૂપિયાના ભાવે પ્રતિ કિલોએ વેચાઈ રહી છે . આ ઉપરાંત દેશી અથાણાની કેરી રૂા .30 ના ભાવે ઉપલબ્ધ થઈ રહી છે. આમ રસોઇને સ્વાદિષ્ટ બનાવવા માટે બારમાસીય અથાણુ ભરવા માટે મહિલાઓ રાજાપુરી તેમજ તોતાપુરીની કેરીની ખરીદી કરતા નજરે પડી હતી.

અન્ય સમાચારો પણ છે...