તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:પાટણમાં ફિલ્ટર પ્લાન્ટ સુધી વરસાદી પાણીના નિકાલની પાઈપ લાઈન નંખાઈ

પાટણ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ પાણી ભરાવાનાં 11 જેટલાં સ્થળ નક્કી કર્યાં

પાટણ શહેરમાં આગામી ચોમાસામાં વરસાદ વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન દૂર થાય તે માટે નગરપાલિકા દ્વારા પાણીના ભરાવાના 11 જેટલા સ્થળ નક્કી કરવામાં આવ્યા છે. વરસાદી પાણીના લીધે લોકોને હાલાકી ન પડે અને પાણીનો નિકાલ થઈ જાય તે માટે રિચાર્જ વેલ અને સ્ટ્રોમ વોટર તેમજ તળાવ ઉંડા કરવાની કામગીરીને મહત્વ આપવામાં આવી રહ્યું છે.

બુધવારે શહેરના રજકાવાડાથી ખાલકપુરા થઈ ફિલ્ટર પ્લાન્ટ સુધીની સ્ટ્રોમ વોટરનું કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી 15 દિવસમાં પૂરી થશે. સૌથી વધુ વિકટ પ્રશ્ન પિતાંબર તળાવ આજુબાજુ સર્જાતો હતો અને કેટલાક લોકોને સ્થળાંતર કરવું પડતું હતું પરંતુ હવે સ્થળાંતર કરવું નહીં પડે તેવો દાવો પાલિકાના સુત્રોએ કર્યો હતો.

ચીફ ઓફિસર પાંચાભાઇ માળીના જણાવ્યા મુજબ આનંદ સરોવર ઊંડું કરાવ્યું છે. પિતાંબર તળાવ બે વર્ષ અગાઉ ખોદકામ કરાવ્યું હતું આ વખતે કરાવવું છે પરંતુ ખાલી થઈ જાય તો શક્ય બને.

અન્ય સમાચારો પણ છે...