તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાતાવરણમાં પલ્ટો:પાટણ શહેર સહિત સિદ્ધપુર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો

પાટણ6 દિવસ પહેલા
  • પંથક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોના તૈયાર પાકને નુકસાન

પાટણ શહેર સહિત સિદ્ધપુર તાલુકામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં પહેલા ધૂળની ડમરી ઉડ્યા બાદ ઝરમર વરસાદ સહિત સિદ્ધપુર પંથકના કાલેડા, દશાવાડા, કલ્યાણા, કુંવારા સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા.

તૈયાર પાકોને લઈ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે
પાટણ શહેર સહિત સિદ્ધપુર પંથકના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. જેમાં પંથક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેમાં તૈયાર પાકને લઇ ખેડૂતોને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. પાટણ અને સિદ્ધપુર પંથક અનેક વિસ્તારોમાં ભારે ઉકળાટ બાદ વરસાદ થતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી. બીજી તરફ તૈયાર પાકોને લઈ નુકસાનની ભીતિ સેવાઇ રહી છે. બાજરી જેવા ઉભા પાકો ખેતરોમાં પથરાઈ ગયા હતા. હાલ તૈયાર પાકોમાં વરસાદ થતાં ખેડૂતો ઉપર ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...