તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જગતનો તાત ચિંતામાં:પાટણ પંથકમાં વરસાદ ખેંચાયો, વરસાદ ન પડતાં વાવણી નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતિ

પાટણએક મહિનો પહેલા
  • વરસાદ ન પડતા મોલ ઊગતા પહેલાં કરમાઈ જવાનો વારો આવ્યો

ગુજરાતમાં શરૂઆતમાં ધમાકેદાર વરસ્યા બાદ છેલ્લા કેટલાક દિવસથી વરસાદ વરસી રહ્યો નથી. હવામાન વિભાગે પણ હજી થોડાક દિવસ વરસાદ નહીં પડે તેવી આગાહી કરી છે. તેવામાં પાટણ પંથકમાં જગતનો તાત ચિંતામાં મુકાયો છે. વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોએ વાવણી તો કરી લીધી પરંતુ હવે વરસાદી માહોલ ન હોવાથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે. વાવણી નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઇ રહી છે.

પાટણ તાલુકામાં મેઘરાજાએ એન્ટ્રી કર્યા બાદ તાલુકામાં વરસાદને પગલે ખેડૂતોમાં હરખ જોવા મળ્યો હતો . જેના પગલે ખેડૂતોએ વાવણી પણ કરી દીધી હતી પરંતુ આ હરખ જાણે થોડાદ દિવસનો મહેમાન હોય તેવી રીતે ત્રણ દિવસ વરસાદ વરસ્યા બાદ વરસાદે વિરામ લીધો હતો. જેના કારણે હાલ પાટણ તાલુકામાં ક્યાંય વરસાદી ઝાપટાં કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો નથી. વરસાદ ખેંચાવાના કારણે કુદરતી અમીસમુ પાણી ન મળતા મોલ ઊગતા પહેલાં કરમાઈ જવાનો વારો આવ્યો છે જેના કારણે પાટણ તાલુકાના ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.

કોરોનાની મહામારી અને મોંઘવારીની માર વચ્ચે ઊંચા ભાવના ખરીદી કરાયેલા બિયારણોનું વાવેતર કરી નાખ્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતોના માથે સંકટ ઘેરાયું છે. જે ખેડૂતો પાસે સિંચાઇની સગવડ છે તેવા ખેડૂતો પિયત કરીને પણ ઉભા પાકને બચાવવા મથામણ કરી રહ્યા છે. તો બીજી તરફ વરસાદ ન આવતાં વાવણી કરેલા પાક નિષ્ફળ જવાની ભીતિને લઇ ખેડૂતોની ચિંતા વધી છે.

અન્ય સમાચારો પણ છે...