કમોસમી વરસાદ:શંખેશ્વર પંથકમાં ગાજવીજ અને બરફના કરા સાથે વરસાદ, ખેડૂતોના જીવ અધ્ધર થયા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

શંખેશ્વર પંથક માં સોમવાર અને હોળીના દિવસે સાંજે 4 કલાકે ભારે પવન,ગાજવીજ અને મોટા બરફ ના કરા સાથે ભર ઉનાળે માવઠું થતા ખેડૂતો ના મોઢામાં આવેલો કોળિયો કુદરતે છીનવી લીધો હતો,એક કલાક ચોમાસા ની જેમ પવન સાથે વરસાદ વરસવાનું ચાલુ રહ્યો હતો જે 1 કલાક બાદ ધીમો પડ્યો હતો.

ખેડૂતો એ મહેનત કરી જીરું,એરંડા નું વાવેતર કરાયું હતું જ્યારે જીરા અને એરંડા નો મોલ પાકી ગયો હતો અને ખેડૂતો માલ ઘરે લઈ જવાની તૈયારી માં હતા ત્યારે અચાનક માવઠું થતા મોઢામાં આવેલ કોળિયો છીનવાયો હતો. રતનપુરા ના ખેડૂત વનાજી ઠાકોરે જણાવ્યું કે જીરું પાકી ગયુ હતુ આજે વાઢવા નું શરૂ કર્યું બપોરે 4 વાગે વરસાદ શરૂ થયો 60 મણ જીરા ની આશા ઉપર ભગવાને પાણી ફેરવી દીધું. માવઠા થી ખેડૂતો જીરાના ભાવ માં ખુબજ તેજી હોવાથી ખુશ હતા પરંતુ કુદરતે ખેડુતો ની ખુશી છીનવી લીધી.