પાટણ શહેરના માતરવાડી વિસ્તારમાં બનાવવામાં આવેલ પાણી પુરવઠાનો બોર અને સંપ નિચાણવાળા ભાગમાં બનાવેલો હોવાથી વરસાદી પાણી ભરાઈ રહેતા સમ્પ પાસે જઈ ન શકાય તેવી સ્થિતિ સર્જાય છે અને તાત્કાલિક પાણી નિકાલ નહીં થાય તો બોરમાં પાણી ઉતરવાની અને નુકસાન થવાની શક્યતા હોવાની ચિંતા કોર્પોરેટર દ્વારા વ્યક્ત કરાઈ હતી.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરના માતરવાડી વિસ્તારમાં પાણીનો બોર અને સમ્પ બનાવવામાં આવેલા છે તે સ્થળ બોર અને સમ્પ આસપાસ વરસાદી પાણી ભરાઈ ગયા છે. તાત્કાલિક ધોરણે પાણી નિકાલ નહીં કરાય તો જેના કારણે બોર અને સમ્પની આજુબાજુ વરસાદી પાણી ભરાઈ રહેતા સમ્પ સુધી ઓપરેટર પણ જઈ શકે નહીં તેવી સ્થિતિ સર્જાય છે. આ પાણીનો નિકાલ તાત્કાલિક ધોરણે ન કરાય તો સંપ અને બોરને નુકસાન થઈ શકે છે. મોટરમાં પાણી ભરાઈ જવાની અને શોર્ટસર્કિટ થવાની ચિંતા કોર્પોરેટર મહેશભાઈ પટેલે સામાન્ય સભામાં વ્યક્ત કરી હતી.
પિતાંબર તળાવ વિસ્તારમાં રસ્તા ઉપર આજુબાજુ પાણી ભરાઈ જતા બે દિવસ સુધી ઓપરેટર પંમ્પીગ સ્ટેશન ચાલુ કરવા જઈ શક્યા ન હતા જેના કારણે પંપિંગ બંધ રહ્યું હતું. આવું અહીં પણ થઈ શકે છે તેમ તેમણે જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.