ગુજરાતના અનેક જિલ્લામાં હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે. જેને લઈ અનેક પંથકમાં વરસાદી ઝાપટાં વરસ્યાં છે ત્યારે પાટણમાં પણ મધરાત્રે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. જેને લઈ ખેડૂતોને ઉભા પાકમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે.
વરસાદી માહોલ જામ્યો
પાટણમાં મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ત્યારે કમોસમી માવઠાને લઈ ખેડૂતોના ઉભા પાકને નુકસાન થવાની શકયતાઓ સર્જાઇ હતી. તો સાથે સાથે કમોસમી વરસાદી માહોલના લીધે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાત્રે પાટણમાં કમોસમી વરસાદ થોડી વાર માટે વરસ્યો હતો.
રાત્રે ઝરમર વરસાદી ઝાપટા પડ્યા
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં સક્રિય થયેલા ટ્રફની અસરથી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. જેની અસર પાટણમાં પણ જોવા મળી હતી. રાત્રે વીજળીના કડાકા સાથે વરસાદ પડતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. રાત્રે ઝરમર વરસાદી ઝાપટા પડ્યા હતા. જેથી ઘઉં, જીરૂ, ચણા, કપાસ, રાજગરો, રાયડોના પાકમાં નુકસાન થવાનો ડર, ઉનાળામાં કમોસમી વરસાદને કારણે આર્થીક નુકસાનની ભીતિને પગલે ખેડૂતો ચિંતાતુર બન્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.