• Gujarati News
  • Local
  • Gujarat
  • Patan
  • Rain Showers In Mavthu, Saraswati, Santalpur, Shankheshwar, Varahi, Radhanpur In Patan District For The Second Day Today.

કમોસમી વરસાદ:પાટણ જિલ્લામાં આજે બીજા દિવસે પણ માવઠું, સરસ્વતી, સાંતલપુર, શંખેશ્વર, વારાહી, રાધનપુરમાં વરસાદી ઝાપટાં

પાટણ12 દિવસ પહેલા
  • પાટણ માર્કેટયાર્ડમાં બનાવેલા વિશાળ શેડનો વરસાદી માવઠામાં સદુપયોગ
  • વાતાવરણના કારણે રવિ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ

પાટણ જિલ્લામાં વાતાવરણમાં આજે ગુરૂવારે બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. તો ગઈકાલે બુધવારે રાત્રે કેટલાક તાલુકાઓમાં વરસાદી ઝરમર ઝાપટા પડ્યા હતા. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ જિલ્લામાં આજે બીજા દિવસે પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો. તો જિલ્લામાં ગઈકાલે બુધવારે રાત્રે પાટણ, હારીજ, સરસ્વતી, સાંતલપુર, શંખેશ્વર, વારાહી, રાધનપુરમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જેના કારણે આજે ગુરૂવારે પણ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ વાતાવરણના કારણે રવિ પાકને નુક્સાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

પાટણ શહેરની નવી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા લાખો રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલા વિશાળ શેડમાં વાદળછાયા વાતાવરણ અને કમોસમી વરસાદના છાંટાના કારણે કેટલાક વેપારીઓ દ્વારા આ નવીન શેડમાં ગાડીઓ ઉભી રાખવામાં આવી હતી, જેથી કરીને કપાસનો પાક પલળી ન જાય.

અન્ય સમાચારો પણ છે...