તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુકાળના એંધાણ:પાટણ જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોનો ઉભો પાક બળવાના આરે, નર્મદાની કેનાલો પણ સૂકી ભઠ્ઠ

પાટણ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતો આકાશ સામે જોઇ મેઘરાજાને પોકાર કરી રહ્યા છે

પાટણ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે જેમાં 80 ટકાથી વધુ લોકો ખેતી અને પશુપાલનની આવકમાંથી જીવનનિર્વાહ કરે છે. પશુપાલન ખેતી બંને મુખ્ય વરસાદ આધારિત જ થાય છે, પરંતુ છેલ્લા લાંબા સમયથી વરસાદ ખેંચાતા પાક સુકાઈ રહ્યા છે અને પશુઓ માટે ઘાસચારો તેમજ પાણીની ભારે તંગી ઊભી થતાં ખેડૂતોને પશુપાલન હાલમાં દુકાળ જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે.

પાટણ જિલ્લા ના ખેડુતો છેલ્લા ત્રણ વર્ષ થી કુદરતી આફતો સામે ઝઝૂમી રહ્યા છે. ભારે નુકસાની વેઠ્યા બાદ પણ કાળી મજૂરી કરી ચાલુ વર્ષે પાક સારો થશે તે આશાઓ સાથે મોટા ખર્ચ કરી પાક વાવણી તો કરી પણ ચાલુ સાલે પણ કુદરત રુઠયો હોય તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે. ચોમાસાની સિઝનમાં વહેલા વરસાદે પાક સારો થશે તેવી ખેડૂતોમાં આશાઓ તો બંધાઈ પરંતુ ત્યારબાદ મેઘરાજા રિસાયા હોય તેવી સ્થિતી બનતા ખેડૂતોનો વાવેલા પાક પાણી વિના મુશ્કેલીમાં મુકાઈ જવા પામ્યું છે. વરસાદ ખેંચાયો છે કેનાલો સૂકી ભઠ્ઠ પડી છે તો પશુ પાલકોની હાલત પણ દયનિય બનવા પામી છે.

જિલ્લામાં 2.68 લાખ હેક્ટરમાં વાવેતર થયેલા પાક પર ખતરો
જિલ્લામાં પ્રથમ તબક્કામાં સામાન્ય વરસાદમાં ખેડૂતો પાક વાવણી તો કરી પરંતુ ત્યારબાદ વરસાદ નહિવત વરસવાને કારણે પાક સુકાવવા તરફ જઈ રહ્યો છે. ચાલુ વર્ષ જિલ્લામાં કુલ 2.લાખ 68 હજાર હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે જેમાં બાજરી, મગ, અડદ, જુવાર, દિવેલા, કપાસ, ઘાસચારો સહિત પાકોનું વાવેતર કર્યું, પરંતુ ત્યારબાદ મેઘરાજાએ હાથ તાળી આપતા ખેડૂતો પર સંકટ આવી પડ્યું છે.

કેનાલ પર એક આધાર હતો, પરંતુ તે પણ સૂકી ભટ પડી છે
ખેડૂત વિરજીભાઈ જણાવ્યું હતું કે, હાલ તો પાક બચાવવાનો માત્ર એક જ આશરો છે એ નર્મદાની કેનાલો પરંતુ તે પણ સૂકી ભઠ્ઠ પડી છે. પાણી વિના પાક સુકાઈ રહ્યો છે સાથે ઘાસ ચારાની પણ અછત સર્જાવા પામી છે. રૂપિયા આપતા પણ લીલો ઘાસ ચારો મળતો નથી માટે પશુઓને કેવી રીતે જીવાડવા તે મુશ્કેલી છે.

અન્ય સમાચારો પણ છે...