સન્માન:રેલવેના ચિફ ટીકીટ ઇન્સ્પેક્ટર બળવંતસિંહ રાઠોડને કોરોના વોરિયર્સ એવોર્ડથી સન્માનિત કરાયા

પાટણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બળવંતસિંહ રાઠોડે 72 દિવસમાં 3 હજારથી વધુ મુસાફરોને કોરોનાથી બચવા માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર બળવંતસિંહ રાઠોડને કોરોના એપિડેમિક દરમિયાન તેમની ઉત્કૃષ્ટ સેવાઓ માટે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા કોરોના વોરિયર્સ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

અમદાવાદ ડિવિઝનના ડીઆરએમ તરુણ જૈને રાઠોડનું સન્માન કર્યું હતું અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. મૂળ પાટણ ખાતે રહેતા અને હાલમાં મહેસાણા ખાતે ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા બળવંતસિંહ રાઠોડે કોરોનાનાં કપરાં સમય મા જરૂરિયાતમંદ પરિવારોને તેમના ઘર સુધી પહોંચાડીને તેઓને કોરોના રોગચાળાને રોકવાના પગલાં સમજાવીને સમગ્ર લોકડાઉન દરમિયાન તેમના સ્વૈચ્છિક સંગઠન બાબારી રેલવે ગ્રુપ દ્વારા સંપૂર્ણ સાવચેતી રાખવાની સલાહ આપી હતી.

રાઠોડ દ્વારા સતત 72 દિવસ સુધી 3 હજારથી વધુ જરૂરિયાતમંદ લોકોને ખોરાકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. તેઓની કોરોના વોરિયર્સ તરીકેની ઉપરોકત કામગીરી બદલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતુ.

અન્ય સમાચારો પણ છે...