તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જિલ્લામાં ખાતર-બિયારણની 40 દુકાનોમાં દરોડા

પાટણ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાટણ, સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુરની ખાતર બિયારણની દુકાનોમાંથી 64 નમૂના લઈ ગાંધીનગર મોકલાવ્યા
  • રાસાયણિક ખાતરના 20, બિયારણના 30 અને 14 જંતુનાશક દવાના નમૂના લીધા, પાટણની એક દુકાનનો જંતુનાશક દવાઓનો નમૂનો બિનપ્રમાણિત

વરસાદ બાદ ચોમાસું પાકોનું વાવેતર શરૂ થતા જિલ્લાના પાટણ સરસ્વતી, ચાણસ્મા, સિદ્ધપુર ચાર તાલુકામાં ખાતર બિયારણની 40 જેટલી દુકાનોમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીની ટીમો દ્વારા દરોડા પાડી રાસાયણિક ખાતર બિયારણ અને જંતુનાશક દવાના કુલ 64 સેમ્પલ લેવામાં આવ્યા હતા. ગાંધીનગર ખાતે પુથ્થકરણ માટે ખેત સામગ્રી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે.

પાટણ જિલ્લાના સરસ્વતી, સિદ્ધપુર, પાટણ અને ચાણસ્માનો પિયત વિસ્તાર હોવાથી કપાસ સહિતના ચોમાસુ પાકોનું વાવેતર ખેડૂતોએ શરૂ કરી દીધું છે ત્યારે ખેડૂતોને બિયારણ દવા ખાતર સહિતની ખેત સામગ્રીની વસ્તુઓ ગુણવત્તાયુક્ત મળે તે માટે નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરીની ટીમોએ છેલ્લા 20 દિવસમાં ખાતર બિયારણની 40 જેટલી દુકાનો પર દરોડા પાડી કપાસ, બાજરી, અડદના બિયારણના 30 નમુના લીધા હતા જ્યારે યુરિયા અને ડીએપી ખાતરના 20 નમૂના લીધા હતા જ્યારે નિંદામણ અને ઇયળો માટેની દવાના 14 નમુના લેવામાં આવ્યા હતા.

આ તમામ નમુના પૃથક્કરણ માટે ગાંધીનગર ખાતે ખેત સામગ્રી પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે. તે પૈકી પાટણ શહેરમાંની એક દુકાનમાંથી લીધેલો ઇયળો માટેની જંતુનાશક દવાઓનો નમુનો બિન પ્રમાણિત થયો છે. એમાં નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી દ્વારા જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હવે વઢીયાર વિસ્તારમાંથી નમૂના લેવાશે
પાટણ, સિદ્ધપુર, સરસ્વતી, ચાણસ્મા પંથકમાં વાવણી લાયક વરસાદ થતા અને પિયતની સુવિધા હોવાથી વાવેતર શરૂ થયું છે ત્યારે આ વિસ્તારમાંથી બિયારણ ખાતર અને દવાના વધારે નમૂના લેવામાં આવ્યા છે. હારીજ, સમી, શંખેશ્વર, સાંતલપુરમાં ખેતી વરસાદ પર આધારિત છે. ત્યાં વાવણી લાયક વરસાદ બાદ વાવેતર શરૂ થશે એટલે આગામી દિવસોમાં આ વિસ્તારમાંથી નમુના લેવામાં આવશે. પ્રયોગશાળામાં પૃથ્થકરણ દરમિયાન નમુના બિન પ્રમાણિક થશે તો જવાબદાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેવું નાયબ ખેતી નિયામક( વિસ્તરણ) ધર્મેશ પટેલે જણાવ્યું હતું.

64 નમુના લીધા

તાલુકોખાતરજંતુનાશકબિયારણ
દવા
પાટણ645
સરસ્વતી827
ચાણસ્મા312
સિધ્ધપુર338
રાધનપુર_23
હારિજ__4
સાંતલપુર__1
અન્ય સમાચારો પણ છે...