પાટણ LCBનો દરોડો:ચાણસ્મામાં દરોડો પાડી દારૂ-બિયરના જથ્થા સાથે એકને ઝડપી પાડ્યો, 2 ફરાર

પાટણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઈંગ્લીશ દારૂની 2908 બોટલ અને બિયરના ટીન જપ્ત કરવામાં આવ્યા

ચાણસ્મા પો.સ્ટે.વિસ્તાર માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલ ટીન નંગ 2907 કુલ કિં.રૂ.4,08,880/- ના મુદ્દામાલ સાથે એક શખ્સ ને પાટણ એલ.સી.બી. ટીમે ઝડપી કાયદેસર ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જીલ્લા માંથી પ્રોહી, જુગારની ગે.કા.પ્રવૃતિ અટકાવવા જિલ્લા પોલીસ વડા દ્રારા કરેલ સુચના આધારે પાટણ એલસીબી પીઆઈના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.પોલીસ સ્ટાફના માણસો ચાણસ્મા પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે,ધર્મેશભાઇ ઉર્ફે સન્ની સુરેશભાઇ પરમાર રહે ચાણસ્મા ઉગમણા દરવાજા તા.ચાણસ્મા વાળો તેના મળતીયા માણસોના મેળાપીપણામાં રહી ઉગમણા દરવાજા નજીક ભારતીય બનાવટના પરપ્રાંતિય વિદેશી દારૂનું ગે.કા વેચાણ કરી કરાવે છે.

જે બાતમી હકિકત આધારે ટીમે રેઈડ કરતા સોલંકી જીજ્ઞેશ​​​​​​​કુમાર ભાનુકાન્ત ઉ.વ.23 રહે ચાણસ્મા ઉગમણા દરવાજા તા.ચાણસ્મા જી.પાટણવાળાને વિદેશી દારૂની બોટલ નંગ-2907 કિં.રૂ.4,08,880/-ના મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરી ગુનામાં સંડોવાયેલા ધર્મેશભાઇ ઉર્ફે સન્ની સુરેશભાઇ પરમાર રહે.ચાણસ્મા અને વણઝારા લાલજીભાઇ મોહનભાઇ રહે ચાણસ્મા વાળા ને ઝડપી લેવા ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે...