તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુઃખદ અવસાન:પાટણ પંથકના પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનું નિધન, ક્ષત્રિય ઠાકોર સમાજે ભામાશા ગુમાવ્યા

પાટણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય જોરાજી ઠાકોરનું કોરાનાથી મોત થયું

પાટણ પંથકમાં ક્ષત્રિય ઠાકોર સમાજની અનેક દીકરીઓના સમૂહ લગ્નના માધ્યમથી કરિયાવર કરનાર પંથકના ભામાશા અને સમી- હારીજ વિધાનસભાનાં પૂર્વ ધારાસભ્ય તેમજ ભારતીય જનતા પાર્ટીના અગ્રણી ભાવસિંહ રાઠોડનું રવિવારે અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતાં પાટણ સહિત ઉત્તર ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજમાં ધેરા શોકની કાલિમા છવાઈ જવા પામી છે.

રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય જોરાજી ઠાકોરનું કોરાનાથી મોત થયું

રાધનપુર તાલુકા પંચાયતના સદસ્ય ચલવાડાના જોરાજી પાંચાજી ઠાકોરનું કોરોના થવાથી રવિવારે દુઃખદ અવસાન થયું હતું. પંદર દિવસ પહેલાં તેમના સગા ભાઈ ચતુરજી પાંચાજી ઠાકોરને કોરોના થયો હોઈ તેમની સારવાર કરાવવા સતત સાથે રહેતાં જોરાજીને કોરોના થવા પામ્યો હતો. ચતુરજીનું 25 એપ્રિલના રોજ દુઃખદ અવસાન થયું હતું. જયારે પંદર દિવસ બાદ જોરાજીનું પણ મોત થતાં કોંગ્રેસ અને ઠાકોર સમાજને મોટી ખોટ પડશે.

ચલવાડા ગામમાં શોકની લાગણી પ્રસરી

સગા ભાઈ ચતુરજીનું મોત થતાં પાંચ દિવસ પહેલાં જોરાજીને કોરોના થતાં રાધનપુરના ખાનગી દવાખાનામાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. બે દિવસ પહેલાં જ તેમને દવાખાનામાંથી રજા આપવામાં આવી હતી. જેમાં રવિવારે તેમનું અવસાન થયું હતું. તાલુકા કોંગેસ પ્રમુખ નવીનભાઈ પટેલ, ભાજપ અગ્રણી પ્રવીણભાઈ મહાલક્ષ્મી સહીત અગ્રણીઓ સહીત કોંગ્રેસ અને ભાજપના અગ્રણીઓએ બંને ભાઈઓને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ ચલવાડા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...