તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:અનેક વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને રાધનપુર પોલીસે ઝડપી લીધા, રૂ.9.40 લાખનો મુદ્દામાલ જપ્ત

પાટણ22 દિવસ પહેલા
ચોરીના પાંચેય આરોપીઓ
 • તમામ શખ્સોના રિમાન્ડ મેળવવા પોલીસે તજવીજ હાથ ધરી

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વણ ઉકેલાયેલા ચોરી, ધરફોડ ચોરી, વાહન ચોરી સહિતનાં મિલ્કત સંબધી સહિતના ગુનાહિત બનાવોના ભેદને ઉકેલવા ભુજ રેન્જ આઈજીની સુચના મુજબ જિલ્લાપોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ પાટણ જિલ્લાની પોલીસ દ્વારા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે. ત્યારે રાધનપુર પોલીસ દ્વારા ગતરોજ વાહન ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા પાંચ શખ્સોને ચોરીના મુદ્દામાલ સાથે આબાદ ઝડપી લઇ જિલ્લા પોલીસ વડા સમક્ષ રજૂ કરી આગળની તજવીજ હાથ ધરી છે.

પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઇન્ટેલિજન્સની મદદ વડે વોચ ગોઠવી
રાધનપુર પોલીસ દ્વારા ઝડપાયેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા શખ્સોની વિસ્તૃત માહિતી આપતા જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા જણાવ્યું હતું કે, પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં વણ ઉકેલાયેલા ગુનાહિત બનાવોને ઉકેલવા પાટણ જિલ્લાની પોલીસને સુચના આપવામાં આવી હોય જે સૂચનાને અનુલક્ષીને રાધનપુર પોલીસ દ્વારા આવાં ગુનાઓના ભેદને ઉકેલવા માટે ટેકનિકલ સર્વેલન્સ અને હયુમન ઇન્ટેલિજન્સની મદદ વડે વોચ ગોઠવી તેમજ અસરકારક વાહન ચેકિંગની કામગીરી હાથ ધરી હતી.

આરોપીઓએ અનેક ગુનાઓની કબૂલાત ​​​​​​​કરી
​​​​​​​પોલીસની વોચમાં ગતરોજ વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા પાંચ શખ્સોને ઝડપી લઇ તેઓને પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં તેઓએ પાટણ, મહેસાણા, બનાસકાંઠા અને અમદાવાદ ગ્રામ્ય વિસ્તારો માંથી અનેક વાહન ચોરી, મોબાઇલ ચોરી સહિતના ગુના આચર્યા હોવાની કબૂલાત કરતા પોલીસે તેઓની પાસેથીથી તમામ મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હોવાનું તેમજ અન્ય ગુનાઓમાં ઉપરોક્ત શખ્સો સંકળાયેલા છે કે કેમ તેની તપાસ માટે રિમાન્ડ પર મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવનાર હોવાનું જિલ્લા પોલીસ વડા એ જણાવ્યું હતું.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ
પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

વાહન ચોરીના ગુનામાં ઝડપાયેલા પાંચ શખ્સો

 • રબારી મહાદેવ દેવાભાઈ (રહે, ઉન, તા, કાંકરેજ, જિ. બ.કા.)
 • ઠાકોર અશોક જેનતીભાઈ (રહે. ધરવડી. તા. રાધનપુર જિ. પાટણ)
 • રબારી અમૃત દાનાભાઈ (રહે, ઉન, તા.કાકરેજ, જિ. બ.કા.)
 • ઠાકોર બલાસંગ કાનાજી (રહે, માંડવીયા, તા. રાધનપુર જિ.પાટણ)
 • ઠાકોર મહેશ ઉર્ફે ટપુડો મેલાભાઈ (રહે, નજુપુરા, તા. રાધનપુર જિ.પાટણ)

ઉપરોક્ત આરોપીઓ સાથે સંકળાયેલા અન્ય એક શખ્સ રબારી પ્રભાત રઘુભાઈ (રહે, શુબાપુરા તા. શંખેશ્ર્વર જિ.પાટણ)ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસે જપ્ત કરેલો મુદ્દામાલ

 • 2 ટ્રેક્ટર
 • 1 ટ્રેક્ટર ટ્રોલી
 • 3 રિક્ષાઓ
 • 2 મોટરસાયકલ
 • 2 મોબાઇલ
 • 2 રિક્ષાના ટાયર

તમામ મળી કુલ રૂ.9.40 લાખનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...